Home Tags Whatsapp

Tag: whatsapp

વોટ્સએપમાં સ્ટેટસમાં આપણી મરજી ચલાવી શકાશે

વોટ્સએપનું સ્ટેટસ ફીચર ધીમે ધીમે વધુ ને વધુ લોકપ્રિય બનતું જાય છે. આ ફીચરનો લાભ લઈને કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્ટેટસ તેના કોન્ટેક્ટસના તમામ લોકોને એક સાથે બતાવી શકે છે, જે ૨૪ કલાક માટે એક્ટિવ રહે છે. અલબત્ત આ સ્ટેટસ ‘છેલ્લા તે પહેલા’ના નિશ્ચિત ક્રમમાં જ બતાવવામાં આવે છે. એટલે કે જો તમારા કોન્ટેક્ટસ લિસ્ટમાં અસંખ્ય કોન્ટેક્ટસ હોય અને તેમાંથી કોઈ ચોક્કસ વ્યક્તિના સ્ટેટસ જોવામાં તમને વધુ રસ હોય તો ત્યાં સુધી પહોંચવા તમારે ખાસ્સી કસરત કરવી પડે. હવે વોટ્સએપ કંપની આ ખામી સુધારી રહી છે....

ફેક ન્યૂઝ પારખવામાં આપણી કોમનસેન્સ ઓછી પડે તો…

ચૂંટણીનો જંગ સોશિયલ મીડિયા પર પણ લડાઈ રહ્યો છે ત્યારે શું સાચું અને શું ખોટું એ પહેલી નજરે ન પરખાય તો તમે કેટલીય વેબસાઇટ્સ અને કેટલાંક ખાસ ટૂલ્સની મદદથી હકીકત જાણી શકો છો. આગળ શું વાંચશો? ફેક ન્યૂઝનો સામનો કેવી રીતે થઈ રહ્યો છે? ફેક ન્યૂઝ કેવી રીતે પારખવા? પુલવામા હુમલાનું ‘ષડયંત્ર’ નરેન્દ્ર મોદીએ ‘પાકિસ્તાની ધ્વજ’ લહેરાવ્યો? પ્રણવદા ‘સંઘી’ બન્યા? કોંગ્રેસની ઓફિસમાં બાદશાહ ઔરંગઝેબનો ફોટો? કેરળના ધારાસભ્યની કાર પર ‘પાકિસ્તાની’ ધ્વજ? ફેક ન્યૂઝ. આ બંને શબ્દ પોતે જ એકબીજાના વિરોધાભાસી છે, પણ ભારતમાં આ શબ્દની કોઈ...

વોટ્સએપના મેસેજ હવે રિપોર્ટ કરી શકાશે

વોટ્સએપમાં અપમાનજનક, વાંધાજનક, બદનક્ષીભર્યા ધમકીભર્યા કે બિભત્સ મેસેજીસ આવે તો હવે તેનો સામનો કરવા માટે સરકારની મદદ લઈ શકાશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (ડોટ)ના જણાવ્યા અનુસાર, વોટ્સએપમાં આવા મેસેજ મેળવનારી વ્યક્તિ તેના ફોનનંબર સાથેના સ્ક્રીનશોટ લઈને ccaddn-dot@nic.in  પર મોકલી શકે છે. ત્યાર પછી ડિપાર્ટમેન્ટ જે તે ટેલિકોમ ઓપરેટર્સ અને પોલીસની મદદથી આગળનાં પગલાં લેશે. પુલવામામાં ભારતીય જવાનો પર ત્રાસવાદીઓના હુમલા પછી કેટલાક પત્રકારો પર વાંધાજનક મેસેજીસનો મારો શરૂ થયા પછી આ પગલું લેવામાં આવ્યું છે. મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઝને તેમના નેટવર્ક પર કોઈ પણ રીતે વાંધાજનક,...

વોટ્સએપમાં કોણ કેટલી જગ્યા રોકે છે?

વોટ્સએપમાં આપણા પર આવેલા મેસેજિસમાં કઈ ચેટ સ્ટોરેજમાં કેટલી જગ્યા રોકે છે તે જોવું છે? એ માટે, ફોનમાં વોટ્સએપના સેટિંગ્સમાં ‘ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝેજ’માં જાઓ. અહીં અલગ અલગ ગ્રૂપ અને વ્યક્તિઓ સાથેની ચેટને કારણે કેટલી જગ્યા રોકાય છે તે સૌથી વધુથી ઘટતા ક્રમમાં જોઈ શકાશે. જે ચેટમાં વધુ જગ્યા રોકાયેલી હોય તેની સાફસૂફી માટે એ ચેટ પર ક્લિક કરો. આથી એ કોન્ટેક્ટ તરફથી આવેલ ટેકસ્ટ. ફોટોઝ, વીડિયો, ડોક્યુમેન્ટ વગેરેની સંખ્યા અને મીડિયાથી કેટલી જગ્યા રોકાય છે તે જોઈ શકાશે. આ ચેટની સીધી સાફસૂફી કરવા માટે અહીં જ...

વોટ્સએપમાં આવે છે ફિંગરપ્રિન્ટથી ઓથેન્ટિકેશન

તમે જાણો છો તેમ વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ બિલકુલ તૈયાર છે, પણ ડેટાની સલામતીના મુદ્દે વાત અટવાઈ પડી છે. હવે એમાંના એક અવરોધ દૂર કરવા ટૂંક સમયમાં વોટ્સએપમાં એપ ઓપન કરતી વખતે ફિંગરપ્રિન્ટથી આપણી ઓળખ સાબિત કરવી પડે એવી સગવડ ઉમેરાઈ જશે. વોટ્સએપની આઇઓએસ એપમાં પણ ફેસઆઇડી અને ટચઆઇડી આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મેથડનો ઉપયોગ શરૂ થશે. અલબત્ત, એન્ડ્રોઇડ અને આઇઓએસ એપમાં આ સગવડ ક્યારે આવશે તેની સ્પષ્ટતા નથી. અત્યારે વોટ્સએપમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન છે, પણ એનો દરેક વખતે યૂઝરની ઓળખ સાબિત કરવાનો નથી. આપણે જ્યારે ફોન બદલીએ અને...

વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ-મેસેન્જર એપ્સ એકમેકમાં ભળી જશે!

જાન્યુઆરી 25, 2019ના રોજ અમેરિકન ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ તેમની માલિકીની અને ઇન્ટરનેટ પરની અત્યારની સૌથી લોકપ્રિય ત્રણ મેસેન્જિંગ એપ્સ - વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર - ત્રણેયને એકમેકમાં ભેળવી દેવાનું આયોજન કરી રહ્યા છે. ફેસબુકે ઇન્સ્ટાગ્રામ સર્વિસ 2012માં અને વોટ્સએપ સર્વિસ 2014માં ખરીદી લીધી હતી. આ બંને સર્વિસના સ્થાપકો શરૂઆતમાં ફેસબુકમાં જોડાચા હતા, પરંતુ પછી યૂઝરના ડેટાની સલામતી અને જાહેરાતોની નીતિના મુદ્દે વિવિધ મતભેદો થતાં, એ સૌએ ફેસબુક કંપની છોડી દીધી છે. વોટ્સએપના સ્થાપકે તો ગયા...

વોટ્સએપનાં મહત્ત્વનાં સેટિંગ્સ

જેના હાથમાં સ્માર્ટફોન હોય અને છતાં વોટ્સએપનો ઉપયોગ ન કરતી હોય એવી વ્યક્તિ હવે શોધવી મુશ્કેલ છે! દાદા-દાદી અને નાના-નાની સુદ્ધાં હવે વોટ્સએપ પર એક્ટિવ થવા લાગ્યાં છે. આ એપનો દિવસ-રાત ઉપયોગ થતો હોવા છતાં, તેનાં કેટલાંક મહત્ત્વનાં સેટિંગ્સ  તરફ તમારી નજર ન ગઈ હોય અથવા કોઈએ ધ્યાન દોર્યું હોય છતાં તમે ભૂલી ગયા હો એવું બની શકે. ફેસબુક કંપનીએ વોટ્સએપ ખરીદ્યા પછી તેના ઉપયોગની શરતોમાં અવારનવાર ફેરફાર કર્યા છે, જેના પર આપણો અંકુશ નથી, પણ વોટ્સએપનાં કેટલાંક સેટિંગ્સ બરાબર સમજી લઈએ તો આપણી પ્રાઇવસી...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? વનપ્લસ કંપની ટીવી લોન્ચ કરશે આઇપેડનાં નવાં વર્ઝન લોન્ચ થવાની શક્યતા વોટ્સએપમાં ક્રિપ્ટોકરન્સીનો વિચાર નંબર પોર્ટેબિલિટી ઝડપી બની મોબાઇલ ફોનના એસેમ્બલિંગમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે ગૂગલની વધુ એક સર્વિસ બંધ થાય છે નોકિયા ૮.૧ લોન્ચ થયો વનપ્લસ કંપની ટીવી લોન્ચ કરશે સ્માર્ટફોનના માર્કેટમાં મોટી મોટી બ્રાન્ડ્સને હંફાવી દેનારી ચાઇનીઝ મોબાઇલ કંપની વનપ્લસ હવે ટીવી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ ઝંપલાવી રહી છે. કંપની અત્યારે અન્ય કંપનીનાં ટીવી કરતાં અલગ હોય તેવા સોફ્ટવેર વિક્સાવવા પર ધ્યાન આપી રહી છે. કંપની આવતા વર્ષ સુધીમાં, ભારતમાં એમેઝોન દ્વારા...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? તમારા એન્ડ્રોઇડ ફોનમાં જેલિબિન હોય તો... એઆઇ અલ્ઝાઇમરની સચોટ આગાહી કરશે એપ્સ આધારિત ફોન કોલ્સનું પ્રમાણ ઘટ્યું! ગૂગલ મેપમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન્સ વોટ્સએપમાં આવી રહેલા નવા ફેરફાર મોટાં એપ્લાયન્સિસનું ઓનલાઇન વેચાણ વધ્યું માઇક્રોસોફ્ટની નવી ‘સ્પેન્ડ’ એપ તમારા એન્ડ્રોઇડ ફોનમાં જેલિબિન હોય તો... જો તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું જેલિબિનનું વર્ઝન હોય તો ટૂંક સમયમાં તમે તેમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકશો નહીં. સમગ્ર વિશ્વમાં અત્યારે એન્ડ્રોઇડના તમામ યૂઝર્સમાંથી માત્ર ૩.૫ ટકા લોકો એન્ડ્રોઇડ જેલિબિનવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ એન્ડ્રોઇડના યૂઝર્સની કુલ સંખ્યા...

વોટ્સએપમાં ઇમેજ+કેપ્શન કેવી રીતે શેર કરાય?

સવાલ મોકલનાર : વિનોદ પૂજારા, રાજકોટ વોટ્સએપમાં તમને કોઈ વ્યક્તિ ઇમેજ અને તેની સાથે કેપ્શન વોટ્સએપ કરે, જે તમને ગમી જાય અને તમે અન્ય લોકો સાથે શેર કરવા ઇચ્છો તો તમે શું કરશો? દેખીતું છે કે અન્ય મેસેજની જેમ એ મેસેજ જરા લાંબો સમય પ્રેસ કરીને સ્ક્રીનના મથાળે જમણી તરફ જતા એરો પર ક્લિક કરશો અને જે મિત્રને ફોરવર્ડ કરવા માગતા હો તેમનું નામ શોધી, પસંદ કરી, નીચેની તરફ લીલા વર્તુળમાં આપેલ ફોરવર્ડ બટન પર ક્લિક કરશો. તમે મિત્રને ગમતી ઇમેજ ફોરવર્ડ કર્યાનો સંતોષ માનશો પરંતુ એવું...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.