સવાલ મોકલનાર : દીપિકા જોશી, રાજકોટ
જેમ વોટ્સએપમાં સતત આવતા રહેતા મેસેજીસ (ટેક્સ્ટ, ઇમેજીસ, જિફ, વીડિયો વગેરે) આપણા ફોન પર ભાર વધારતા રહે છે અને તેની સાફસૂફી આપણા માટે એક મોટું કામ બની જાય છે, એ જ રીતે ફેસબુકની મેસેન્જર સર્વિસમાં પણ, જો તમે ખાસ્સા સક્રિય હો તો તેની સાફસૂફી મોટો બોજો બની શકે છે.
વોટ્સએપ અને ફેસબુક મેસેન્જરમાં ફેર એ છે કે મેસેન્જરમાં બધું જ ફેસબુકના સર્વરમાં સચવાયેલું રહે છે, પણ ખરેખર આ જ કારણે તેની સાફસૂફી જરૂરી બની જાય છે. મેસેન્જરમાં મેસેજ જેમ જૂના થતા જાય તેમ તેમ તે નવા મેસેજની નીચે દટાતા જાય છે, પરંતુ ક્યારેક તમે તમારા જૂના મેસેજીસ વાંચો તો, બદલાયેલા સમય અનુસાર તમે કદાચ એવું ઇચ્છો કે હવે એ કોઈ ન વાંચે તો સારું!