પ્રતિભાવ

‘કમ્પ્યુટરને કહો, બંધ હોજા સીમ સીમ’ આ માહિતી મને ખૂબ ઉપયોગી થવાની છે. આખો અંક વાંચવાની ખૂબ મજા આવી, સરસ માહિતી. અંક એક બેઠકે જ પૂરો કરી દીધો! ગુજરાતીમાં આવી માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા, જય આલ્ફા ગો!

– સમ્રાટ ઠાકર, કલોલ


આપના દ્વારા પ્રકાશિત ‘સાયબરસફર’નો હું નિયમિત વાચક છું. હું ‘સાયબરસફર’ છેલ્લાં અઢી વર્ષથી નિયમિત વાંચું છું. કમ્પ્યુટરના ક્ષેત્રમાં અંગ્રેજી ભાષામાં નોંધપાત્ર મેગેઝિનો છે, પણ માતૃભાષા ગુજરાતીમાં કમ્પ્યુટર વિશે ચોક્કસ, વાસ્તવિક, નવી નવી માહિતી આપતું આપનું એકમાત્ર મેગેઝિન છે.

આપના મેગેઝિનની પ્રશંસા વિજ્ઞાન વિશેના ગુજરાતી મેગેઝિન ‘સફારી’ના અંક એપ્રિલ-૧૬માં થયેલી છે. આજના સમયમાં આપનું મેગેઝિન બહુ કામનું છે.

‘સાયબરસફર’માં આપના લેખોમાં વિવિધતા હોય છે જેથી વાંચવાની બહુ મજા આવે છે. આપની ‘કવર સ્ટોરી’ પણ સારી હોય છે. ‘કવર સ્ટોરી’માં આપ કમ્પ્યુટર વિશે જ્ઞાન છેક તળ સુધી સમજાવો છો… જે એક બહુ નોંધનીય બાબત છે.

આપનું ‘સાયબરસફર’ મેગેઝિન ગુજરાતીના દરેક વર્ગને કમ્પ્યુટર વિશે ગુજરાતીમાં સરળ ભાષામાં જ્ઞાન આપવા માટે સૌથી સારું મેગેઝિન છે. આપની જેટલી ગુજરાતીમાં કમ્પ્યુટર વિશે માહિતી બીજે ક્યાંય ઉપલબ્ધ નથી.

આપ ‘સાયબરસફર’ દ્વારા વિવિધ અને રસપ્રદ માહિતી અમારા જેવા ગુજરાતી વાચક સુધી પહોંચાડતા રહો તેવી શુભેચ્છા..

– કેવલ ડી. ધરમશી, સર્વોદય સોસાયટી, પાલીતાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here