આપણો દેશ ગજબના વિરોધાભાસોનો દેશ છે. એક તરફ આપણી બેન્ક્સ વિજય માલ્યા જેવા લેણદારોને હજારો કરોડોની લોન આંખ મીંચીને આપી દે છે અને પછી પરત મેળવી શકતી નથી. બીજી તરફ, આ જ બેન્કોની બનેલી વ્યવસ્થા, આખા વિશ્વમાં અજોડ ગણાય એ રીતે, એક-સવા અબજ લોકો સુધી વિસ્તારી શકાય એવી કેશ-લેસ સિસ્ટમ પણ વિક્સાવવા તરફ આગળ વધી શકે છે!