Home Tags Editorial

Tag: Editorial

સગવડ વધુ મહત્ત્વની કે સલામતી? 🔓

આપણી ડિજિટલ દુનિયા કેટલી ગૂંચવણભરી બની ગઈ છે, એનું સાવ સાદું ઉદાહરણ એટલે પાસવર્ડ. આપણી માહિતી ખાનગી રાખવા પાસવર્ડ જરૂરી છે અને એને પણ ખાનગી રાખવા, એ વધુ ઝંઝટનું કામ છે! ઇન્ટરનેટ પર ઠીક ઠીક સક્રિય કોઈ પણ વ્યક્તિ પોતાના બધા પાસવર્ડ યાદ રાખી શકે એ હવે અશક્ય છે. જો તમારા કિસ્સામાં એ શક્ય હોય, તો એનો અર્થ એટલો જ કે તમારા પાસવર્ડ પૂરતા સલામત નહીં હોય! એ દૃષ્ટિએ, પાસવર્ડ મેનેજર સર્વિસ બહુ ઉપયોગી થાય છે. તેનાથી આપણે મુશ્કેલ પાસવર્ડ બનાવવાની અને પછી યાદ રાખવાની ઝંઝટમાંથી બચી...

અસલી-નકલીનું મંથન 🔓

આ અને આવતા મહિનામાં, આપણા મન પર ભારતની ચૂંટણીનું મહાભારત છવાયેલું રહેવાનું છે. નિષ્ણાતો કહે છે કે ચૂંટણી એ લોકશાહી જાળવવાનો સૌથી સારો રસ્તો નથી, પણ અત્યારે તેનાથી વધુ સારો રસ્તો પણ કોઈ નથી! આ ખામી ઓછી હોય તેમ, રાજકીય નેતાઓ અને પક્ષો ચૂંટણી પ્રથાને વધુ ને વધુ દૂષિત કરી રહ્યા છે. એમની આ રાજરમત હવે સોશિયલ મીડિયામાં આવતા ફેક ન્યૂઝ સ્વરૂપે આપણને દિવસ-રાત પરેશાન કરી શકે છે. ફેક ન્યૂઝ પારખવા અને તેનો ફેલાવો અટકાવવો એ આમ તો તદ્દન કોમનસેન્સનો મુદ્દો છે, છતાં ટેક્નોલોજીનાં નવાં ટૂલ્સ...

માહિતી અને સમજનું સંતુલન 🔓

આપણી દુનિયા હવે સ્માર્ટફોનના નાના સ્ક્રીનમાં સમેટાઈ રહી છે, પણ હજી પણ બહુ મોટો વર્ગ એવો છે જેણે પોતાનું ઘણું ખરું કામ પીસી કે લેપટોપ પર કરવાનું થાય છે. પીસી ખરીદવાનો સમય હવે લગભગ પાછળ રહી ગયો છે. કોલેજમાં એજ્યુકેશન કે ઓફિસ વર્ક માટે લેપટોપ હવે અનિવાર્ય બનવા લાગ્યાં છે ત્યારે, આ અંકમાં લેપટોપની ખરીદી સંબંધિત પાયાની માહિતી સમાવી છે. ખાસ કરીને લેપટોપના પ્રોસેસર્સ આપણને ગૂંચવે તેવાં હોવાથી તેના વિશે વિસ્તૃત માહિતી આપી છે. ‘સાયબરસફર’ની પરંપરા મુજબ આપણે હંમેશાં તરત ને તરત અમલમાં મૂકી શકાય...

સફરનાં સાત વર્ષ!

આ અંકથી આપણી સહિયારી ‘સાયબરસફર’ આઠમા વર્ષમાં પ્રવેશ કરે છે! જાન્યુઆરી ૨૦૦૮માં અખબારની પૂર્તિમાં એક ખૂણામાં એક નાનકડી કોલમ તરીકે સફરનો પ્રારંભ થયો એ સમયે સ્માર્ટફોન તો દૂરની વાત હતી, પણ કમ્પ્યુટરનો ઉપયોગ પણ આજના જેટલો સર્વવ્યાપક નહોતો. વિષય જરા અઘરો હોવા છતાં આપણા રોજબરોજના જીવનના સ્પર્શતો હોવાથી સફરને વાચકોનું બહુ હૂંફાળું પ્રોત્સાહન મળ્યું અને સફર વિસ્તરતી રહી. છેક પ્રારંભથી જ ‘સાયબરસફર’માં ટૂંકામાં ઘણું કહેવાનો અને વાચકોને ઇન્ટરનેટને લગતી ટીપ્સ કે ટેક્નોલોજીને લગતા બધા પ્રશ્નોના ઉત્તર આપવાને બદલે, જાતે વધુ શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો અભિગમ રહ્યો છે. પાછલાં...

ઉજાસભર્યા નવા વર્ષની આશા

પરીક્ષાની મોસમ નજીક આવતાં જ સ્વાભાવિક રીતે, વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં કારકિર્દી વિશેનો ઉચાટ વધે છે. અત્યારે જે રીતે ચોતરફ આઇટીની બોલબાલા ચાલી રહી છે એ જોતાં આઇટીમાં કરિયરનાં સ્વપ્નો ઘણી આંખોમાં અંજાયેલાં હોય છે, પણ આ ક્ષેત્રમાં ખરેખર કેવી તકો છે, કેવી તૈયારીઓ કરવી જોઈએ, શું કરવાથી આગળ વધવાની શક્યતાઓ વધે વગેરે વિશે સ્પષ્ટ સમજણ હોતી નથી. એ ધ્યાનમાં રાખીને આ અંકમાં, ડેવલપર બનવા વિશેની માહિતીનું સંકલન કર્યું છે. કંઇક એ જ રીતે, વોટ્સએપ અને ફેસબુક જેવી સર્વિસનો આપણે રાતદિવસ ઉપયોગ કરતા હોવા છતાં, તેની નાની...

માત્ર વાંચન નહીં, અમલ પણ ખરો!

‘સાયબરસફર’ માત્ર વાંચીને બાજુએ મૂકી દેવાનું મેગેઝિન ન રહે એવો અમારો હંમેશા પ્રયાસ રહે છે. તમે પ્રિન્ટ મેગેઝિન સ્વરૂપે ‘સાયબરસફર’ વાંચી રહ્યા હો કે  વેબસાઇટ કે પ્રોગ્રેસિવ વેબ એપ સ્વરૂપે - એમાંના લેખોમાં એવી અઢળક સામગ્રી મળશે જેના પર તમે વાંચનની સાથોસાથ અમલ કરી શકો. જેમ કે આ અંકમાં માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામમાં પિવોટ ટેબલ વિશે પ્રારંભિક પણ વિગતવાર સમજ આપી છે. આ લેખ એવો છે જેમાં તમે વાંચવાની સાથોસાથ એક્સેલ સ્પ્રેડશીટ ઓપન કરીને તેમાં પિવોટ ટેબલ બનાવવાની અજમાયશ કરતા જશો તો બની શકે કે અહીં...

જોજો, બાળકો માટેનો આપણો સમય મોબાઇલ ચોરી ન જાય!

દિવાળીની રજાઓમાં ટ્રેન, બસ કે પ્લેનની ટિકિટ મેળવવી જેટલી મુશ્કેલ છે, એનાથી કદાચ વધુ મુશ્કેલ કામ આપણા સ્માર્ટફોન માટે પ્લે સ્ટોરમાંથી સારી એપ શોધવાનું છે! સ્ટોરમાં એપ્સની સંખ્યા તો લાખોમાં છે, પણ એમાંથી ખરેખર સારી અને ઉપયોગી એપ શોધવી મુશ્કેલ છે કારણ કે યુટ્યૂબના વીડિયોઝની જેમ અહીં પણ કચરાના ઢગ ખડકાયા છે! એટલે જ આ અંકમાં, આખા પરિવારના દરેક સભ્યોને ગમે અને તેમને કોઈ ને કોઈ રીતે ઉપયોગી થાય એવી એપ્સ તારવવાનો પ્રયાસ કર્યો છે. આ દરેક એપ, તેના પ્રકારની બીજી સારી એપ્સ તરફ તમને...

ખોજ એવા વિષયોની, જે રોજબરોજ ઉપયોગી થાય

ઇન્ટરનેટની ઉજળી બાજુ પર ફોકસ કરવું એ ‘સાયબરસફર’માં અમારો હંમેશનો પ્રયાસ છે. છેલ્લા કેટલાય સમયથી વિવિધ ટેક જાયન્ટ્સ કંપનીઝ અનેકવિધ રીતે આપણી વિગતો મેળવવાની ભરચક કોશિશ કરી રહી છે આપણી પ્રાઇવસી ઘણે અંશે જોખમાઈ ગઈ છે એવા સંજોગમાં, તેને સંબંધિત જરૂરી માહિતીનો સાયબરસફરમાં જ‚રૂર સમાવેશ થાય છે, પરંતુ અમારી વિશેષ ખોજ એવા વિષયોની રહે છે જે આપણને જુદી જુદી રીતે, રોજબરોજના જીવનમાં ઉપયોગી થઈ શકે. આ વખતની કવર સ્ટોરી કંઈક એ જ પ્રકારની છે. બની શકે કે તમારે રોજિંદા જીવનમાં આટલી બધી ફીચર-રીચ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસની જરૂર...

ડિજિટલ સાધનોનો ઉપયોગ આવડે એ પૂરતું નથી

‘સાયબરસફર’માં અવારનવાર સ્પષ્ટ રીતે અથવા તો એ પ્રકારના લેખોના માધ્યમથી કહેવામાં આવે છે કે આજની સ્માર્ટ ટેક્નોલોજી એક એવી લીટી છે, જેને આપણે ક્યારેય ભૂંસીને નાની કરી શકવાના નથી. એની આપણા જીવન પર વિપરિત અસરો ઓછી કરવી હશે, તો આપણે પોતે તેનાથી મોટી લીટી દોરવી પડશે! આ અંકમાં પણ, ટેક્નોલોજીનાં ભયસ્થાનોની વાત છે અને તેની સાથોસાથ પોતાની જિજ્ઞાસા કેવી રીતે વિસ્તારવી તેની પણ વાત છે. એ દૃષ્ટિએ, ગૂગલ અર્થમાં ૩ડી મોડેલ્સ કેવી રીતે તૈયાર થાય છે તે સમજાવતા વીડિયો અંગેનો લેખ તથા વિકિપીડિયામાં આપણે પણ કેવી...

હાથવગી ટેક્નોલોજીનો પૂરો લાભ લઈએ

આ અંકમાં, તમને રસ પડે એવું ઘણું બધું છે, પણ મારી ભલામણ છેલ્લા પાનાથી વાંચવાનું શરૂ કરવાની છે! આપણે કેનેડા જઈને આઉટડોર પ્લેનેટોરિમની મજા ભલે માણી ન શકીએ, લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના જે રોમાંચક પ્રયાસો થઈ રહ્યા છે એના વીડિયો પરિવાર અને શાળાનાં બાળકોને બતાવીશું તો એમને અવકાશની સાથોસાથ ઓગમેન્ટેડ રિયાલિટીમાં પણ રસ જાગશે એ નક્કી! વોટ્સએપમાં યુપીઆઇથી પેમેન્ટ્સની સુવિધા જ્યારે તમામ યૂઝર્સ માટે લોન્ચ થશે ત્યારે આપણા દેશમાં ડિજિટલ પેમેન્ટને ખરો વેગ મળે એવી શક્યતા છે. ભીમ, ગૂગલ તેઝ કે પેટીએમ જેવી...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.