આપણે ત્યાં દેશમાં જ અંદરોઅંદર વાતચીત કરવા વીડિયો કોલિંગના કન્સેપ્ટ ખાસ વિકસ્યો નથી. પરદેશ રહેતા સ્વજન સાથે વાત કરવી હોય તો આપણે અગાઉના જમાનામાં ગૂગલ ટોક અને હવે વોટ્સએપ કે સ્કાઇપ અને આઇફોનમાં ફેસ ટાઇમનો જરૂર ઉપયોગ કરીએ, કારણ કે એ મફત થાય. દેશમાં પણ મફત તો થાય છે, પણ ઇન્ટરનેટ કનેક્શનની ગુણવત્તા એટલી નબળી છે કે વીડિયો કોલિંગને જોઈએ તેટલો વેગ મળતો નથી.