મોબાઇલ માર્કેટમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ૪-જી લોન્ચ સાથે ટેલિકોમ કંપનીઓમાં આંચકા વર્તાવા લાગ્યા છે. રિલાયન્સ તેની પરંપરા મુજબ અત્યંત ઓછા દરના પ્લાન રજૂ કરે તેમ હોવાથી દરેક ટેલિકોમ કંપની પોતપોતાના ગ્રાહકો જાળવી રાખવા માટે અત્યારથી પાણી પહેલાં પાળ બાંધવા લાગી છે.