પોસ્ટ ખાતામાં નવો પ્રાણ?

હવે ટપાલ ભલે કોઈ લખતું ન હોય, પોસ્ટ ખાતાને ઈ-કોમર્સ નામનો મોટો જોડીદાર મળી ગયો છે અને હવે સરકાર પણ પોસ્ટના વિશાળ નેટવર્કને નવી ટેક્નોલોજીથી, નવેસરથી ધમધમતું બનાવવા માગે છે.

યાદ કરો, છેલ્લે તમે પોસ્ટકાર્ડ ક્યારે લખ્યું હતું? તમારાં બાળકોએ તો પોસ્ટકાર્ડ જોયું પણ ન હોય એવું બની શકે છે.

અત્યારે આપણે વોટ્સએપ કે ફેસબુક પર કોઈ મેસેજ મોકલીએ તો એ આંખના પલકારામાં આખી દુનિયામાં ગમે ત્યાં પહોંચી શકે, મફતમાં ખરું, પણ ડિજિટલ સ્વરૂપમાં. જ્યારે આપણું ભારતીય પોસ્ટ ખાતું, ફક્ત ૫૦ પૈસાના પોસ્ટકાર્ડને, ફિઝિકલ સ્વરૂપમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી પહોંચાડી આપે છે. આ નાનીસૂની વાત નથી.

મુદ્દો એ છે કે દેશના કોઈ પણ ખૂણે હાથોહાથ પોસ્ટકાર્ડ પહોંચાડવા જેટલું ગંજાવર નેટવર્ક પોસ્ટ ખાતાનું છે, પણ પોસ્ટકાર્ડ તો હવે કોઈ લખતું નથી! તો આખી દુનિયામાં, સૌથી વ્યાપક ગણાતા આપણા પોસ્ટલ નેટવર્કનો ઉપયોગ શો કરવો? પોસ્ટ ખાતું ટપાલ ઉપરાંત બીજી પણ ઘણી સેવાઓ આપે છે, પણ અત્યાર સુધી આ ખાતા તરફ કોઈ ખાસ નજર કરતું નહોતું, પણ હવે સમય બદલાઈ રહ્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગના જમાનામાં તાર-ટપાલની કોઈ વાત ન કરે એ સમજી શકાય, પણ ઓનલાઇન કોમર્સના જમાનામાં, દુનિયાના સૌથી વિશાળ નેટવર્કના લાભ હવે અચાનક સૌને દેખાવા લાગ્યા છે!

Please to view this content. (Not a member? Join Today!)
April-2016

[display-posts tag=”050_april-2016″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here