આખરે શું છે આ પોકેમોન ગો?

By Content Editor

3

ઓગમેન્ટેડ રીયાલિટીનો થોડો ઉપયોગ કરતી આ નવતર ગેમે આખી દુનિયાને ખરા અર્થમાં ઘેલી કરી છે. એવું તે શું છે આ ગેમમાં?

એકવીસ વર્ષ પહેલાં, ૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૫ના દિવસે પહેલાં ભારતમાં અને પછી આખી દુનિયામાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે એ બધે જ, ‘ગણેશની મૂર્તિ દૂધ પીએ છે’ એવા સમાચાર વાયુવેગે ફેલાયા હતા. એ વાસ્તવિકતા અને શ્રદ્ધા-અંધશ્રદ્ધાના જગતની ભેળસેળ હતી. કંઈક એ જ રીતે, ગયા મહિને લોન્ચ થયેલી પોકેમોન ગો ગેમ પણ સત્તાવાર રીતે અમુક દેશમાં જ લોન્ચ થઈ હોવા છતાં આખા વિશ્વમાં રીતસર વાયુવેગે ફેલાઈ અને તેણે પણ લોકોને ખરા અર્થમાં ચકરાવે ચઢાવ્યા. આ ગેમમાં વાસ્તવિકતા અને ડિજિટલ-આભાસી દુનિયાની ભેળસેળ છે.

એક છેડે અંધશ્રદ્ધા અને બીજા છેડે ટેક્નોલોજીના આ બે અંતિમ વચ્ચે, બંને બાબતને કારણે લોકોમાં જાગેલો ઉન્માદ લગભગ એક સરખો જ છે!

ગણેશજીએ ખરેખર દૂધ પીધું કે નહીં એ હવે લોકો ભૂલી ગયા છે. ડિજિટલ જગતમાં એક સમયે જબરી ધમાલ મચાવનાર એન્ગ્રીબર્ડ કે ફ્લેપ્પીબર્ડ જેવી ગેમ પણ હવે લોકો ભૂલી ગયા છે. પોકેમોન ગો ગેમનો અત્યારે જે જુવાળ છે એ લાંબો સમય ટકશે કે કેમ એ સવાલ છે. અત્યારે તો આ ગેમને કારણે રસ્તાઓ પર ઘડીક ફોનમાંની આભાસી દુનિયામાં તો ઘડીક આજુબાજુની સાચી દુનિયામાં ફાંફાં મારતા લોકોને કારણે સલામતીના અનેક સવાલો ઊઠવા લાગ્યા છે.

પરંતુ એક વાત એકદમ સ્પષ્ટ છે – આ ગેમની જબરી, અસાધારણ રીતે ઝડપી લોકપ્રિયતાને કારણે ઓગમેન્ટેડ રીયાલિટી ટેક્નોલોજી પણ અચાનક, અસાધારણ ઝડપે ચર્ચામાં આવી ગઈ છે. એ સંદર્ભમાં આ અંકમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરવું છે ઓગમેન્ટેડ રીયાલિટીની આવતી કાલ પર.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop