Home Tags Game zone

Tag: game zone

ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં નવું ક્લાઉડ પ્લેટફોર્મ

એક તરફ ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં વિવિધ શહેરોમાં પબજી ગેમ પર પ્રતિબંધ મુકાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ યુએસમાં ગૂગલ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવવાની તૈયારીમાં છે. ગયા મહિને યુએસમાં યોજાયેલી ગેમ ડેવલપર્સ કોન્ફરન્સમાં ગૂગલે ‘સ્ટેડિયા’ નામે એક નવું ગેમિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી આપણે આપણા પીસી કે મોબાઇલમાં કોઈ ગેમ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરીને તેની મજા લૂંટતા આવ્યા છીએ. મતલબ કે ગેમના પારવરફૂલ પર્ફોર્મન્સ માટે આપણું ડિવાઇસ પણ જબરું પાવરફૂલ હોવું જોઈએ.   સ્ટેડિયા આ સ્થિતિ બદલી નાખશે. તે એક ક્લાઉડબેઝ સર્વિસ છે....
video

પાવર સર્કિટની રમત

બે ઘડી રિલેક્સ થવામાં મદદ કરતી એપ. એપનો કન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. એક તરફ એક કે તેથી વધુ એનર્જી સોર્સ આપવામાં આવ્યા છે અને બીજી તરફ બેટરી આપવામાં આવી છે. એનર્જી સોર્સને બેટરીથી ચાર્જ કરવા માટે આપણે બંને વચ્ચેની સર્કિટ પૂરી કરવાની છે. એ માટે સર્કિટના માર્ગમાં વિવિધ મિરર્સ  આપેલા છે જેને આપણે યોગ્ય રીતે ફેરવવાના રહે છે. મજાની વાત એ છે કે આ ગેમ કોઈ રીતે આપણો સ્ટ્રેસ વધારે તેવી નથી એટલે કે તેમાં અમુક નિશ્ચિત સમયમાં લેવલ પાર કરવાનું કોઈ દબાણ નથી. ગેમની શરૂઆતમાં એ...

દિમાગ કસવામાં મદદરૂપ ગેમ્સ

દિલથી વિચારો અને દિમાગથી કામ કરો - આવી સલાહ આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ આપણે રોજિંદાં કામ કરતી વખતે દિમાગને કેટલુંક દોડાવી શકીએ એ ક્યારેય તપાસ્યું છે? એપ સ્ટોરમાં ઘણી બધી બ્રેઇન ગેમ છે, એમાંની એક છે બ્રેઇન ટ્રેનિંગ (Brain Training, by App Holdings). આ એક એપમાં નાની નાની ગેમ્સ છે, જે આપણા મગજની કાર્યશક્તિને જુદી જુદી રીતે તપાસે છે. દરેક ગેમમાં જેમ લેવલ પાર કરતા જાવ તેમ ગેમ વધુ ને વધુ મુશ્કેલ બનતી જાય. શરૂઆતમાં છોકરાંની રમત જેવી લાગતી દરેક ગેમ, અમુક લેવલ પછી...

ગૂંચવણો ઉકેલતાં શીખવતી ગેમ

ક્યારેય તમે એવા તાળાની કલ્પના કરી શકો ખરા, જેની ચાવી તમારા હાથમાં હોય છતાં તમે તેને ખોલી ન શકો? કચ્છના એક ખૂણામાં, સાવ નાના એવા સુથરી નામના ગામમાં વસતો એક લુહાર પરિવાર આવાં તાળાં બનાવી જાણે છે. બિલકુલ હાથે બનાવેલાં, અસલ પિત્તળનાં આ તાળાંમાં આ પરિવારના કસબીઓ અલગ અલગ પ્રકારની એવી કરામત ગોઠવે છે કે તે આપણી નજર સામે તાળું બંધ કરીને તેની ચાવી આપણા હાથમાં આપે છતાં આપણે તેને ખોલી ન શકીએ! આ કળા તો હવે લગભગ મરી પરવારી છે એટલે એવાં તાળાં મળવાં મુશ્કેલ...

ગેમ ઝોન

આગળ શું વાંચશો? Laserbreak Lite 100 Logic Games On the White Way  Laserbreak Lite લોજિકલ થિંકિંગ તમને ગમતું હોય તો આ ગેમ તમને ગમશે. એક તરફ લેસર લોન્ચર છે અને બીજી તરફ તેનું ટાર્ગેટ છે. વચ્ચે જુદા જુદા અંતરાય છે અને અલગ અલગ પ્રકારના રીફ્લેક્ટર્સ પણ છે. આપણે લેસર લોન્ચરને જરા વધુ પ્રેસ કરી લેસર કિરણની દિશા નક્કી કરવાની, સાથોસાથ જુદા જુદા રીફ્લેક્ટર્સને પણ એ જ રીતે ફેરવીને લેસર બીમ તેના પરથી રીફ્લેક્ટ થઈને આગળ વધી શકે એવી વ્યવસ્થા કરવાની છે. ગેમમાં ૧૨૦ લેવલ્સ છે અને...

ડિજિપઝલ

તમારા પરિવારમાં નાનાં બાળકો હશે તો તમે ઇચ્છો કે ન ઇચ્છો, તમારા કમ્પ્યુટર અને સ્માર્ટફોનનો કબજો તેમના હાથમાં રહેવાનો જ છે! નવી ટેક્નોલોજીનો એ આપણા કરતાં વધુ ઉપયોગ કરવાનાં છે એટલે એના પરિચયમાં આવે તો એમાં કશું ખોટું નથી, પણ એમને મજા પડે એવી સાઇટ્સ શોધીને આપશો રમત રમતમાં એ ઘણું શીખી પણ જશે. તમે પણ તમારું બાળક સારી રીતે કમ્પ્યુટર પર એક્ટિવ રહી શકે એવી કોઈ સાઇટ શોધતા હો તો આ સાઇટ તપાસી જુઓ : www.digipuzzle.net અહીં વિવિધ પ્રકારની પાર વગરની ગેમ્સ છે, જે ગેમના સ્વરૂપમાં...

જીવનભર ઉપયોગી થઈ શકે એવી બ્રેઇન ગેમ

સફળ થવું હોય તો કંઈક અલગ વિચારતાં શીખવું પડે - આ વાત કહેવામાં જેટલી સહેલી છે, એટલી અમલમાં મૂકવી મુશ્કેલ છે. દિમાગને જુદી જુદી સમસ્યાના જુદા જુદા ઉકેલ શોધવાની ટેવ પાડવી હોય તો આ ગેમ રમવા જેવી છે. આગળ શું વાંચશો? શું છે આ ફ્લેક્સિબલ થીંકિંગ? ઘણાં મા-બાપ અવારનવાર પોતાના સંતાન વિશે ફરિયાદ કરતાં હોય છે કે "હાથમાંથી સ્માર્ટફોન મૂકતો (કે મૂકતી!) જ નથી. અતિરેક કોઈ પણ બાબતનો ખોટો છે, એટલે આ ફરિયાદમાં તથ્ય ખરું, પણ ક્યારેક એ પણ વિચારવું જોઈએ કે દીકરો કે દીકરી સ્માર્ટફોનમાં કરે...

જબરજસ્ત થ્રીલિંગ રેસિંગ

રસ્તા પર નહીં પણ મોબાઇલમાં કાર રેસિંગનો તમને શોખ હોય તો આ અફલાતૂન ગેમને તમારી અડફેટમાં લીધા વિના છૂટકો નથી! એન્ડ્રોઇડ પર ટોપ ડેવલપર ગણાયેલ હીરોક્રાફ્ટ નામની કંપનીએ વિકસાવેલી આ રેસિંગ એપ ‘રેસ ઇલલિગલ: હાઇ સ્પીડ ૩ડી’ તેના જોરદાર ગ્રાફિક્સની મદદથી કારરેસિંગનો અનોખો અનુભવ આપે છે. તમે ઇચ્છો તો સ્ક્રીન પર ડાબે-જમણે ટચ કરીને કાર ચલાવી શકો છોઅથવા મોબાઇલને જ સ્ટીઅરિંગ વ્હીલની જેમ ચલાવીને કાર ડ્રાઇવ કરી શકો છો. મોબાઇલ કરતાં પણ ટેબલેટમાં આ કાર રેસિંગની મજા કંઈક જુદી જ છે! અલબત્ત, આ ગેમ ખાસ્સી હેવી છે....
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.