વેકેશન શરૂ થઈ ગયું છે તો બે ઘડી મજાની વાત કરીએ. ધારો કે તમે મોબાઇલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું અને કોઈ વેબસાઇટ જોવા માટે તેનું એડ્રેસ ટાઇપ કર્યું. હવે કોઈ કારણસર તમારું વાઇ-ફાઇ કનેક્શન બંધ છે અથવા મોબાઇલના ડેટા પ્લાનનાં સિગ્નલ પકડાતાં નથી. દેખીતું છે કે ક્રોમ બ્રાઉઝર તમને કહેશે કે તમે ઓફલાઇન છો, ‘યુ આર ઓફલાઇન, યોર ડિવાઇસ ઇઝ ઓફલાઇન’.