Home Tags Fun zone

Tag: fun zone

પ્લે સ્ટોરમાં ગેમની ટેસ્ટ ડ્રાઇવ લો!

વધી રહી છે અને તેની સાથોસાથ દરેક ગેમ એપની સાઇઝ પણ વધી રહી છે! ક્લેશ રોયાલ જેવી લોકપ્રિય એપ ૯૪ એમબીની છે તો આસ્ફાલ્ટ-૮ જેવી અફલાતુન એકસ્ટ્રીમ રેસિંગ ગેમની સાઇઝ ૧.૫ જીબી સુધી પહોંચી રહી છે! તકલીફ એ છે કે ઘણી ગેમ્સ એવી પણ હોય કે તે ૪૦-૫૦ એમબીની હોવા છતાં આપણે ડાઉનલોડ કરીએ અને પછી એક બે લેવલ રમીએ ત્યારે ખ્યાલ આવે કે ગેમમાં કંઈ મજા આવે એવું નથી. પરિણામે આપણે ગેમ અનઇન્સ્ટોલ કરવી પડે. હવે ગૂગલ ‘પ્લે ઇન્સ્ટન્ટ ગેમ્સ’ નામની સગવડની મદદથી આ તકલીફનો...

તમે કેટલી ગૂંચવણ ઊભી કરી શકો?

દિવાળીની રજાઓ પૂરી થયા પછી અભ્યાસમાં કામે ચઢવું તો પડ્યું હોય, પણ હજી રજાની મજા યાદ આવતી હોય, કોઈ વાતે મન, કોઈ વાતમાં પરોવાતું ન હોય તો પહોંચો આ સાઇટ પર : http://entanglement.gopherwoodstudios.com નિષ્ણાતો અને ખાસ તો અનુભવીઓ એમ કહે છે કે જ્યારે આપણે કોઈ વાતમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હોઈએ ત્યારે કંઈક એવું કરવું જે મનને બીજે ક્યાંય ભાગવા ન દે, ફરજિયાત એક જ વાતમાં જકડી રાખે! હમણાં નાના મોટા સૌમાં જેનો જબરો ક્રેઝ ઊભો થયો હતો એ ફિજેટ સ્પીનર પણ એવી જ કરામત કરે...

બેસ્ટ પાસવર્ડ

ઇન્ટરનેટ પર હવે તો કેટકેટલી જગ્યાએ આપણે ખાતાં ખોલાવીએ છીએ! જેટલી નવી સર્વિસ જાણીએ એટલી વાર નવું ખોલવવાનું અને દરેક જગ્યાએ નવો પાસવર્ડ યાદ રાખવાનો. યાદશક્તિની પછી હદ આવે કે નહીં? એક ભેજાબાજે એનો સરસ ઉપાય શોધી કાઢ્યો. એ દરેક સર્વિસમાં પાસવર્ડ રાખે છે Incorrect જ્યારે પણ એ પાસવર્ડ ભૂલી જાય અને ખોટો પાસવર્ડ લખે ત્યારે તરત સિસ્ટમ જ એને યાદ અપાવે - Your password is incorrect!! આગળ શું વાંચશો? કોન્ફિડન્ટ સોફ્ટવેર ડેવલપર સમય કેવો બદલાઈ રહ્યો છે કોન્ફિડન્ટ સોફ્ટવેર ડેવલપર એક વાર કમ્પ્યુટરનાં સોફ્ટવેર ડેવલપ કરતા એન્જિનીયર્સની...

સોલિટેર રમો, હવે સ્માર્ટફોન પર પણ!

આખી દુનિયાની વિવિધ ઓફિસના બધા બોસને ધ્રાસ્કો પડે એવા સમાચાર - પર્સનલ કમ્પ્યુટર પર વર્ષોથી અત્યંત લોકપ્રિય ગેમ સોલિટેરનું માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ફ્રી વર્ઝન લોન્ચ કર્યું છે. ઘરમાં તો ઠીક લોકો ઓફિસમાં ઢગલાબંધ કામ બાકી હોય ત્યારે પણ બે ઘડી ફ્રેશ થવાના બહાના હેઠળ તક મળતાં જ પોતાના કમ્પ્યુટરમાં આ ગેમ ખોલીને પત્તાની રોમાંચક અને સીધી સાદી દુનિયામાં ખોવાઈ જતા હતા. હવે એ જ મજા સ્માર્ટફોનના સ્ક્રીન પર મળશે. મોબાઇલમાં આ ગેમ ફ્રીસેલ, સ્પાઇડર, ક્લોન્ડાઈક, ટ્રાયપીક્સ અને પીરામિડ મોડમાં રમી શકાશે. ગેમમાં એક્સબોક્સ ઇન્ટીગ્રેશનની...

સ્માર્ટફોનમાં મેજિક ક્યુબ

માઇન્ડ પાવર વધારતી ગેમ્સમાં જેને રસ હોય, એવી કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે રુબિક ક્યુબ હંમેશા ફેવરિટ રહ્યો છે. જોકે આ ક્યુબ સોલ્વ કરવો બિલકુલ સહેલો નથી એટલે જ નવોનક્કોર ક્યુબ મેળવ્યા પછી તેને આડોઅવળો કરતાં જીવ ચાલે નહીં. જો તમે જાતે તેને ઉકેલી શકો, તો તમે જિનિયસ અથવા યુટ્યૂબની મદદ લઈને તેને સોલ્વ કરવાની ચોક્કસ પેટર્ન શીખી શકો છો. આ ડિજિટલ વર્ઝનમાં, ૩ બાય ૩ બાય ૩ સ્ટાન્ડર્ડ ક્યુબ ઉપરાંત, શરૂઆતી પ્લેયર્સ માટે ૨ બાય ૨ બાય ૨ અને માસ્ટર્સ માટે ૮ બાય ૮...

ડૂબાડી દો ‘દુશ્મન’નાં યુદ્ધજહાજો

દિવાળી વેકેશનમાં જાતે બનાવો અને રમો એક રોમાંચક વોરગેમ! આ ગેમ જીતવા માટે ફક્ત નસીબ નહીં, ધારદાર દિમાગ પણ જોઈશે. જમ્મી અને કાશ્મીરમાં ઉરીના લશ્કરી મથક પર ત્રાસવાદી હુમલાને પગલે, ભારતે સર્જિકલ સ્ટ્રાઇક્સ કરી એટલે હવે ભારત-પાકિસ્તાન વચ્ચે આખી સરહદે તંગદિલી વધી રહી છે. તમે ભારતીય નૌસેનાના કમાન્ડર છો અને તમને પાક્કી ઇન્ફર્મેશન મળી છે કે પાકિસ્તાની એરક્રાફ્ટ કરિયર, એક બેટલશીપ, એક ક્રૂઝર, બે ડિસ્ટ્રોયર અને બે સબમરીન્સ અરબી સમુદ્રમાં ભારતીય જળસીમાની અંદર ઘૂસી આવ્યાં છે. આ તમામને ફૂંકી મારવાનો તમને હેડ કમાન્ડથી આદેશ મળ્યો છે... આ તો...

પંખીની નજરે ન્યૂ યોર્ક શહેર

ધારો કે તમે અમેરિકા ફરવા ગયા છો અને ન્યૂ યોર્ક શહેરમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની મુલાકાત લઈ રહ્યા છો. આ ગગનચૂંબી ઇમારતના 102મા માળે આવેલા ઓબ્ઝર્વેશન ડેક પરથી ચોતરફ વિસ્તરેલા શહેરની સ્કાયલાઇન ન જુઓ તો ન્યૂ યોર્કની મુલાકાત અધૂરી ગણાય છે. ઇમારતની ટોચે આવેલી અગાશીએથી ચારેતરફ નજર દોડાવીને જુઓ અથવા થોડા ડોલર કે સેન્ટ ચૂકવીને પેલા બાઇનોક્યુલરમાંથી જુઓ તો ન્યૂ યોર્ક શહેર કેવું દેખાય? આ કલ્પના જેટલી રોમાંચક છે એના કરતાં વધુ મજાની હકીકત એ છે એ અનુભવ કરવા માટે આપણે ન્યૂ યોર્ક સુધી જવાની જરૂર...

ખૂંદી વળો આખો હિમાલય ચાર-પાંચ મિનિટમાં!

અસાધારણ ઝડપી લોકપ્રિયતા મેળવનાર ગેમ ‘પોકેમોન ગો’ના સંદર્ભે આપણે વાત કરી હતી કે ઇન્ટરનેટ પર અત્યાર સુધીના સમયમાં બધું ધ્યાન કમ્યુનિકેશન પર કેન્દ્રિત હતું, પરંતુ હવે પછીનો સમય અનુભવનો રહેશે. એવો અનુભવ જે ડિજિટલ ટેકનોલોજીની મદદથી આપણે જ્યાં ન હોઈએ તે સ્થળનો અનુભવ કરાવે. એ આગાહી સાચી પડતી હોય તેમ હમણાં ગૂગલે એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં એક નવી અને અનોખી ગેમ રજુ કરી છે. જોકે આને ખરેખર ગેમ કહી શકાય તેમ નથી કારણ કે તેમાં હાર-જીતની કોઈ વાત જ નથી. આપણે ફક્ત મોકળા મને સ્માર્ટફોનના સ્ક્રીન પર...

મેસેન્જરમાં રમો ફૂટબોલ!

તમારા સ્માર્ટફોનમાં ફેસબુક મેસેન્જર એપ છે? જો હોય અને બે ઘડીની ફુરસદ હોય તો તેને ઓપન કરો. એપ અપડેટેડ છે તેની ખાતરી કરીને, તમારા કોઈ મિત્રને મેસેજ મોકલવા માટે મેસેજ બોક્સ ઓપન કરો. કશો મેસેજ લખશો નહીં તો ચાલશે, ફક્ત ઇમોજીમાંથી ફૂટબોલની ઇમેજ પસંદ કરીને એ મોકલી આપો. હવે તમારા મિત્ર એ મેસેજ જુએ કે ન જુએ, તમે તમારી એપમાં, મેસેજમાં મોકલેલા ફૂટબોલને કીક મારો, એટલે કે ટેપ કરો! સ્ક્રીનમાં નીચે એક જરા મોટો ફૂટબોલ જોવા મળશે, તેને પણ આંગળીથી ટપારો અને એ જ રીતે ટપારતા...

થ્રીલિંગ રાઇડના ‘જાતઅનુભવ’

વેકેશન પૂરું થવામાં છે, ક્યાંય ફરવા ન જઈ શકાયું હોય તો અહીં કુદરતસર્જિત અને માનવસર્જિત રોમાંચક સ્થળોના ફક્ત બે વીડિયો સેમ્પલ આપ્યાં છે. આ ફક્ત ઇશારો છે, તમારી ફુરસદે વર્ચ્યુઅલ ટુર કરવા માટે નીકળી પડો! તમે ક્યારેય કોંકણ રેલવેમાં મુંબઈથી ગોઆ-મેંગલોર તરફ પ્રવાસ કર્યો છે? જમણી તરફ અરબી સમુદ્ર અને ડાબી તરફ સહ્યાદ્રિની પર્વતમાળા વચ્ચે સંખ્યાબંધ બોગદાંમાંથી અને પૂલો પરથી પસાર થતી ટ્રેનમાં મુસાફરીનો આનંદ અવર્ણનીય છે, ખાસ કરીને ચોમાસામાં. ગોઆમાં ઉત્તર-દક્ષિણને જોડતી કોંકણે રેલવે ઉપરાંત, પશ્ચિમ- પૂર્વને સાંકલળી રેલવે લાઇન પણ છે. તેમાં પ્રવાસનું સૌથી...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.