આખી દુનિયાની વિવિધ ઓફિસના બધા બોસને ધ્રાસ્કો પડે એવા સમાચાર – પર્સનલ કમ્પ્યુટર પર વર્ષોથી અત્યંત લોકપ્રિય ગેમ સોલિટેરનું માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ફ્રી વર્ઝન લોન્ચ કર્યું છે.
ઘરમાં તો ઠીક લોકો ઓફિસમાં ઢગલાબંધ કામ બાકી હોય ત્યારે પણ બે ઘડી ફ્રેશ થવાના બહાના હેઠળ તક મળતાં જ પોતાના કમ્પ્યુટરમાં આ ગેમ ખોલીને પત્તાની રોમાંચક અને સીધી સાદી દુનિયામાં ખોવાઈ જતા હતા. હવે એ જ મજા સ્માર્ટફોનના સ્ક્રીન પર મળશે.