ગયા મહિને તમે સ્માર્ટફોન પર ‘હેપ્પી દિવાલી’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ના મેસેજ સૌને પાઠવ્યા ત્યારે તેમાં ઇમોજીની છૂટ્ટા હાથે લ્હાણી કરી હતીને? વડીલોને પ્રણામ માટે જોડેલા હાથનું ઇમોજી, મિત્રોને શુભેચ્છા માટેનું ઇમોજી અને નાના હોય એમને આશીર્વાદનું ઇમોજી! એ જ રીતે, આ મહિને આખી દુનિયા મેરી ક્રિસમસના મેસેજીસ વહેતા કરશે ત્યારે તેમાં કેક અને ગિફ્ટ બોક્સ જેવા ઇમોજી ઉમેરવાનું ભૂલશે નહીં.
તમે વોટ્સએપ જેવી એપમાં મેસેજ લખતી વખતે કે રીપ્લાય કરતી વખતે સ્માઇલી કે થમ્સ અપની ઇમોજી ઉમેરતી વખતે, બીજો કોઈ મૂડ એક્સપ્રેસ કરવા માટે બીજું કોઈ ઇમોજી શોધવા તરફ આગળ વધ્યા હશો તો તમારું ધ્યાન એ વાત તરફ દોરાયું હશે કે ધીમે ધીમે કરતાં, કોઈને માટે જોડાયેલા પ્રણામના બે હાથથી માંડીને મુક્કા સુધીના અને ફૂલથી માંડીને રાયફલ સુધીના ઇમોજી હવે આપણા સ્માઇલીના લિસ્ટમાં ઉમેરાઈ ગયા છે!
આપણા માટે જેનો ઉપયોગ તદ્દન સામાન્ય થઈ ગયો છે એ ઇમોજી પાછળની ઘણી બધી વાતો ખરેખર અસામાન્ય છે – આપણે એક પછી એક જાણીએ…
આગળ શું વાંચશો?
- ઇમોજીનાં મૂળ
- ઇમોજીનો જન્મ
- ઇમોજીનો પ્રસાર
- ઇમોજીમાંથી કમાણી