Home Tags Creativity

Tag: creativity

ફોટોને આપો પ્રોફેશનલ ટચ

ફોટોગ્રાફ્સમાં જીવ લાવવો હોય તો પ્રોફેશનલ જેવો અનુભવ અને ફોટોશોપ જેવી ફીચર રીચ પ્રોગ્રામ જોઈએ એ વાત સાચી, પણ હવે સ્નેપસીડ જેવી એપ આપણું કામ ઘણું સહેલું બનાવી શકે છે. પ્રવાસ અને ફોટોગ્રાફી - આ બંને વાતના શોખીનો દિવાળી વેકેશન પૂરું થાય એટલે ક્રિસમસના વેકેશનની રાહ જોવા લાગે છે! તમે પણ આ કેટેગરીમાં આવતા હો, તો બે વેકેશન વચ્ચેના આ સમયમાં, જો ફુરસદ મળે તો, પહેલે વેકેશનમાં તમે લીધેલા ફોટોગ્રાફ્સ પર એક નજર ફેરવીને, તેમાંના તમારા દિલને સ્પર્શી ગયેલા ફોટોગ્રાફ્સને જરા વધુ મજેદાર બનાવી શકો...

એક્સેલ અને આર્ટનો અનોખો સંગમ

એકસેલ એટલે કોરા, નકરા આંકડા એવું તમે માનતા હો તો તમારી ભૂલ થાય છે! એક્સેલ અને આર્ટનો આમ તો કોઈ રીતે મેળ બેસે તેમ નથી પણ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહેતી, એમ્મા સ્ટિવન્સ નામની એક યુવતીએ આ અસાધારણ કામ કરી બતાવ્યું છે. એમ્મા દિવસના ભાગે એક લેન્ડસ્કેપ આર્કિટેક્ટ તરીકે કામ કરે છે, પણ બાકીના સમયમાં એ માઇક્રોસોફ્ટ એક્સેલ આર્ટિસ્ટ બની જાય છે. એમ્માએ એક્સેલ પ્રોગ્રામમાં જુદાં જુદાં શહેરોની સ્કાયલાઇન સર્જવામાં હથોટી કેળવી છે! આની શરૂઆત તરીકે તેણે એક્સેલ પ્રોગ્રામમાં બેગ્રાઉન્ડ ઇમેજ તરીકે મેલબોર્નની સ્કાયલાઇનનો ફોટોગ્રાફ ઉમેર્યો અને પછી...

ઘરની બહાર નીકળ્યા વિના આખી દુનિયાની સફર

આ લેખ સાથેની તસવીરો પર જરા ફરી એક વાર નજર નાખો. મોટા ભાગના લોકોની નજરે જે ટુરિસ્ટ પ્લેસીઝ કહેવાય એવાં દુનિયાનાં જાણીતાં સ્થળોને બદલે બિલકુલ અજાણી, વણખેડાયેલી રહેલી ભોમકા ખૂંદવા નીકળી પડેલી કોઈ વ્યક્તિએ નિજાનંદ માટે આ તસવીરો લીધી હોય એવું લાગે છે?  તો તમારી ભૂલ થાય છે! આ તસવીરો દુનિયા જોવા નીકળેલી વ્યક્તિએ નહીં, પણ ઘરનો ઊંબર પણ ઓળંગતાં ડરતી વ્યક્તિએ લીધેલી તસવીરો છે, એ પણ ઘરની બહાર એક ડગલું માંડ્યા વિના. ઉપરાંત, આ તસવીરો એના માટે માત્ર નિજાનંદ નહીં, પણ પોતાની...

ડબલ ફોટોગ્રાફી કેવી રીતે કરશો?

થોડાં વર્ષ પહેલાં રીલિઝ થયેલી ‘જુડવા’ ફિલ્મ અને હમણાં રીલિઝ થયેલી ‘જુડવા-૨’ ફિલ્મમાં ફેર શું છે? ના. આપણે ફિલ્મની સ્ટોરી કે સ્ટારકાસ્ટની વાત નથી કરી રહ્યા. આપણા માટે રસપ્રદ ફેરફાર એ છે કે ૧૯૯૭માં પહેલી ‘જુડવા’ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે આપણામાંથી લગભગ કોઈના હાથમાં સ્માર્ટફોન ન હતા અને હવે છે. તમને થશે કે ફિલ્મ અને સ્માર્ટફોનનું કનેકશન શું છે? કનેકશન એ છે કે, આ ફિલ્મ જોઈને તમને પણ ડબલ રોલ ભજવવાની ઇચ્છા થઈ હોય તો હવે હાથમાંના સ્માર્ટફોનની મદદથી તમે સહેલાઇથી સરસ મજાની ડબલ રોલ જેવી...

ફોટોગ્રાફીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ઉસકી શર્ટ મેરી શર્ટ સે જ્યાદા સફેદ કૈસે? વેકેશનમાં ફરીને આવેલા કોઈ મિત્ર તેમની ફેમિલી ટૂરના ફોટોગ્રાફ્સ તમને ઉત્સાહથી બતાવતા હોય ત્યારે ક્યારેક ને ક્યારેક તમને આવો વિચાર આવી જતો હશે. એ તો દેખીતું છે કે મિત્રના ફોટોગ્રાફ્સની ક્લેરિટી તમે લીધેલા ફોટોગ્રાફ્સ કરતાં વધુ સારી હોય તો એમાં કોઈ ડિટર્જન્ટનો ફાળો નથી. ફોટોગ્રાફસની ક્લેરિટી ઘણી બાબતો પર આધારિત હોય છે. વ્યક્તિની પોતાની આવડત ઉપરાંત કેમેરા અથવા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ અને લેન્સની ગુણવત્તાની તેમાં મોટી ભૂમિકા હોય છે. આપણે ખાતે જો આ બધું નબળું હોય તો આપણે લીધેલા...

જાતે શીખો ૩ડી ડિઝાઇનિંગ !

આવનારો સમય સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સમાં માહેર વિદ્યાર્થીઓનો છે. જાણી લો આ દિશામાં શરૂઆતી કદમ માંડવામાં ઉપયોગી એક મજાની વેબ એપ્લિકેશન. આગળ શું વાંચશો? વિશ્વમાં આવી રહેલું પરિવર્તન સ્ટેમ લર્નિંગ શું છે? સ્ટેમ લર્નિંગનો એક મહત્ત્વનો હિસ્સો - ડિઝાઇનિંગ, ૩ડી ડિઝાઇનિંગ અને ૩ડી પ્રિન્ટિંગ તમે પણ બની શકો છો ૩ડી ડિઝાઇનર! ટિંકરકેડ પર ૩ડી ડિઝાઇનિંગ ૩ડી પ્રિન્ટિંગ કેવી રીતે થાય છે? સૌથી પહેલાં તો, આ લેખ સાથે આપેલી ઇમેજીસ પર ફરી એક વાર નજર દોડાવો. પહેલી નજરે, જે બાળકોનાં રમકડાં જેવાં લાગે છે એ કોઈ ફેક્ટરીમાં...

જાતે બનાવો કોમિક સ્ટ્રીપ્સ!

કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપ બનાવવા બે બાબત જરૂરી છે - આઇડિયા અને પેઇન્ટિંગની આવડત. ઇન્ટરનેટ પરની સંખ્યાબંધ વેબસાઇટ્સ આ બંનેમાંથી બીજું કામ સહેલું બનાવી દે છે.  આ લેખ સાથેની કોમિક સ્ટ્રીપ્સ જોઈને તમને થયું હશે કે ‘સાયબરસફર’ની ટીમમાં કોઈ કાર્ટૂનિસ્ટનો પણ ઉમેરો થયો લાગે છે! વાસ્તવમાં એવું નથી. આ કોમિક તૈયાર કરવા માટે ફક્ત મગજ દોડાવવામાં આવ્યું છે, કોઈએ હાથમાં પેન કે પીંછી પકડ્યાં નથી! સાથે એ પણ ખરું કે કોઈ બીજાની કોમિક સ્ટ્રીપની તફડંચી કરીને તેના પર ગુજરાતી લખાણ મૂકી દીધું એેવું પણ નથી! આ...

સોફ્ટવેર ડાઉનલોડ કરો, પેઇન્ટર બની જાઓ!

વોટરકલર કે કેન્વાસ પર ઓઇલ કલરથી પેઇન્ટિંગ કરવાની તમને ઇચ્છા થતી હોય, પણ એ કળા શીખી ન શક્યા હો તો અફસોસ ન કરશો, આ ફ્રી સોફ્ટવેરની મદદથી તમે માઉસના લસરકે પેઇન્ટિંગ કરવાની મજા માણી શકો છો. તમે ક્યારેય કોઈ કલાકારને પોતાના સ્ટુડિયોમાં કામ કરતા જોયા છે? સામે કોરોધાકોડ કેનવાસ હોય, એક હાથમાં રંગોની પેલેટ હોય, બીજા હાથમાં બ્રશ હોય અને મનમાં અનેક તરંગોનો ઘૂઘવતો દરિયો - એને કેનવાસ પર ઉતારવાની કલાકારની મથામણ જોવાનો આનંદ તમે ક્યારેય માણ્યો હોય, તો અચૂક એવો વિચાર પણ આવ્યો જ...

ઇમોજીની મનમોજી વાતો

ગયા મહિને તમે સ્માર્ટફોન પર ‘હેપ્પી દિવાલી’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ના મેસેજ સૌને પાઠવ્યા ત્યારે તેમાં ઇમોજીની છૂટ્ટા હાથે લ્હાણી કરી હતીને? વડીલોને પ્રણામ માટે જોડેલા હાથનું ઇમોજી, મિત્રોને શુભેચ્છા માટેનું ઇમોજી અને નાના હોય એમને આશીર્વાદનું ઇમોજી! એ જ રીતે, આ મહિને આખી દુનિયા મેરી ક્રિસમસના મેસેજીસ વહેતા કરશે ત્યારે તેમાં કેક અને ગિફ્ટ બોક્સ જેવા ઇમોજી ઉમેરવાનું ભૂલશે નહીં. તમે વોટ્સએપ જેવી એપમાં મેસેજ લખતી વખતે કે રીપ્લાય કરતી વખતે સ્માઇલી કે થમ્સ અપની ઇમોજી ઉમેરતી વખતે, બીજો કોઈ મૂડ એક્સપ્રેસ કરવા માટે બીજું કોઈ...

હાલના અને ભાવિ એન્જિનીયર્સ માટે ચેલેન્જ!

કોલેજમાં યોજાતા રોબોફેસ્ટિવલ્સની વાતો વાંચીને તમને પણ કંઈક નવીન મોડેલ્સ બનાવવાનું મન થાય છે? તો તમારી મનપસંદ રેસિંગ બાઈકના પેપર મોડેલ બનાવીને શરુઆત કરી શકો. પણ યાદ રહે, આ બચ્ચાંના ખેલ નથી! ગયા મહિને નેપાળના ભૂકંપની સાથોસાથ દિલ બે-ચાર ધબકારા ચૂકી જાય એવા પણ એક સમાચાર હતા આ વર્ષે ગુજરાતમાં એન્જિનીયરિંગની સીટ્સ એટલી વધી ગઈ છે કે બારમા ધોરણમાં ૪૫ ટકા લાવનારને પણ એન્જિનીયરિંગમાં એડમિશન મળી જશે! શિક્ષણનું શું થવા બેઠું છે? એવી ચિંતા કરવાનો કોઈ અર્થ નથી, અત્યારે એન્જિનીયરિંગ ભણી રહેલા કે ગમે તેટલા ટકાએ એડમિશન...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.