મોબાઇલ આપણા સૌ પર કેટલો હાવી થઈ ગયો છે એની આ બધી છે સાબિતી. દરેક તસવીરમાં અલગ અલગ લોકો પોતપોતાના મોબાઇલમાં પરોવાયેલા ઝડપાયા છે, પણ દરેકમાં ધ્યાન ખેંચે એવો મુદ્દો એક જ છે – લોકો જે નજર સામે કે સાથે છે એ માણતા નથી અને બીજે ક્યાંક દોસ્તી કે મજા શોધે છે!