ઈન્ટરનેટનું ટી-શર્ટ કનેકશન

તુલસી ઈસ સંસાર મેં, ભાત ભાત કે લોગ… સદીઓ પહેલાં કહેવાયેલી આ વાત આજના જમાનામાં  લોકોનાં ટી-શર્ટ જોઈને પણ બરાબર સમજાય છે.

અહીં આપેલા ટી-શર્ટ અસલી હોય કે ફોટોશોપની મદદથી બનાવેલાં, અંતે તો એ લોકોનાં દિમાગ કેવાં ને કેવી કેવી દિશામાં દોડે છે એ બતાવે છે.

ટેલિકોમ કંપની હોય, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર હોય કે તમારા કમ્પ્યુટરની રિપેરિંગ હેલ્પલાઇન, કસ્ટમર કેર સેન્ટરના એક્ઝિક્યુટિવ્સ તો સારી એવી ધીરજથી આપણા પ્રશ્નોના જવાબ આપે છે. જોકે તેમનું માથું પકવી નાખનારા પણ આ જગતમાં પડ્યા છે. કેટલાંક સેમ્પલ :

સપોર્ટ : ડાબી તરફ માય કમ્પ્યુટરનો આઇકન છે, તેના પર ક્લિક કરો.

કસ્ટમર : તમારી ડાબી તરફ કે મારી?

સપોર્ટ : હવે આપણે તમારા મોડેમનાં સેટિંગ્સ ચેક કરી લઈએ. પહેલાં તમે બધા પ્રોગ્રામ્સ બંધ કરી દો.

કસ્ટમર : મને કેવી રીતે ખબર પડે કે બધા પ્રોગ્રામ બંધ થઈ ગયા?

સપોર્ટ : મારો મતબલ છે કે તમે બધી વિન્ડોઝ બંધ કરી દો.

કસ્ટમર : પણ હું તો અગાશીએ લેપટોપ લઈને ઊભો છું. અહીં એકે વિન્ડો નથી.

કસ્ટમર : મારું પ્રિન્ટર કામ કરતું નથી અને મને લાગે છે કે મારા કમ્પ્યુટરને જોવામાં તકલીફ છે.

સપોર્ટ : એટલે? હું સમજ્યો નહીં.

કસ્ટમર : હું કોઈ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવાની ટ્રાય કરું છું તો કમ્પ્યુટર કહે છે કે ઇટ કુડન્ટ ફાઇન્ડ ધ પ્રિન્ટર. મેં કમ્પ્યુટરને પ્રિન્ટર તરફ ફેરવ્યું તોય એનો એ મેસેજ આવે છે.

સપોર્ટ : હું તમને શી મદદ કરી શકું?

કસ્ટમર : હું મારી જિંદગીનો પહેલો ઈ-મેઇલ લખવા બેઠો છું…

સપોર્ટ : વાહ, સરસ! તો કંઈ પ્રોબ્લેમ નડે છે?

કસ્ટમર : હા, એડ્રેસ ટાઇપ કરવામાં! મેં એડ્રેસમાં ફ તો લખ્યો, હવે તેના પર ગોળ ચકરડું કેવી રીતે લાવું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here