ગેમ ઝોન

આગળ શું વાંચશો?

  • Laserbreak Lite
  • 100 Logic Games
  • On the White Way

 Laserbreak Lite

લોજિકલ થિંકિંગ તમને ગમતું હોય તો આ ગેમ તમને ગમશે. એક તરફ લેસર લોન્ચર છે અને બીજી તરફ તેનું ટાર્ગેટ છે. વચ્ચે જુદા જુદા અંતરાય છે અને અલગ અલગ પ્રકારના રીફ્લેક્ટર્સ પણ છે. આપણે લેસર લોન્ચરને જરા વધુ પ્રેસ કરી લેસર કિરણની દિશા નક્કી કરવાની, સાથોસાથ જુદા જુદા રીફ્લેક્ટર્સને પણ એ જ રીતે ફેરવીને લેસર બીમ તેના પરથી રીફ્લેક્ટ થઈને આગળ વધી શકે એવી વ્યવસ્થા કરવાની છે. ગેમમાં ૧૨૦ લેવલ્સ છે અને પહેલા જ લેવલથી મગજ બરાબર કસવું પડશે.

ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ. 

100 Logic Games

તમે એકના એક પ્રકારની સુડોકુ પઝલ્સ રમી રમીને કંટાળ્યા હો અથવા તો સુડોકુના ભારે શોખીન હો તો તમારા આઇફોન કે આઇપેડમાં ડાઉનલોડ કરવા જેવી છે આ ફ્રી લોજિક ગેમ્સ. કઈ રીતે રમવું એ સમજવામાં સરળ, પણ રમવી વખતે મગજને ખાસ્સી કસરત કરાવે એવી આ એક એપમાં સંખ્યાબંધ પઝલ ગેમ્સ છે. બધું મળીને ૭૦૦૦ પઝલ લેવલ્સ આ એક જ એપમાં મળી રહે છે.

આઇટ્યૂન્સ પર ઉપલબ્ધ.

On the White Way

મેઝ ગેમ્સ તમને ગમતી હોય તો આ ગેમ પણ અજમાવી જુઓ. ગેમની શરૂઆતમાં આપણે સેન્ટરમાં ટચ કરી આંગળી પ્રેસ કરી રાખવાની, તેની સાથોસાથ એક ભૂલભૂલામણી જેવો રસ્તો તૈયાર થતો જાય અને આપણે રસ્તાની બંને તરફની ધારને આંગળી અડકે નહીં એ રીતે આગળ વધતા જવાનું. શક્ય એટલું વધુ અંતર કાપવું એ જ ટાર્ગેટ. આપણે કાપેલા અંતરને વિશ્વપ્રસિદ્ધ ઇમારતોની ઊંચાઈ સાથે સરખાવવાની સગવડ પણ છે.

વિન્ડોઝ સ્ટોરમાં ઉપલબ્ધ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here