જરા તમારો કોઠાર કે માળિયું તપાસી જુઓ. કેટલીય એવી ચીજવસ્તુઓ મળી આવશે જે તમે ક્યારેક કામ લાગશે એમ માનીને મૂકી રાખી હશે અને પછી એ ત્યાં ધૂળ ખાતી હશે. સતત અપગ્રેડ થતી ટેકનોલોજીના પ્રતાપે આઈટી વેસ્ટ હવે વધી રહ્યો છે. ત્યારે અહીં કેટલાક એવા ઉપાય આપ્યા છે જે અજમાવીને તમારી ક્રિએટીવીટી અપગ્રેડ કરી શકો છો.