સવાલ લખી મોકલનારઃ નિરંજન આચાર્ય, પેટલાદ
તમે આધાર કાર્ડ મેળવવા માટેની પ્રાથમિક પ્રક્રિયા પૂરી કરી હોય, એટલે કે જરૂરી દસ્તાવેજો અપાઈ ગયા હોય અને તમારો ફોટોગ્રાફ લેવાની અને ફિંગર પ્રિન્ટ વગેરે બાયોમેટ્રિક્સ ડેટા લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને એ બધું મળી ગયાની રસીદ તમને મળી ગઈ હોય, તો તેના આધારે, તમારું આધાર કાર્ડ તૈયાર થવાની પ્રક્રિયા કેટલે પહોંચી છે તે ઇન્ટરનેટ પર તપાસવાનું સાવ સરળ છે.