Home Tags Useful web services

Tag: useful web services

ગૂગલ પાસવર્ડ મેનેજરઃ અનેક તાળાંની એક ચાવી કેટલી સહેલી, કેટલી જોખમી

અનેક પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી છૂટકારો મેળવવો હોય, તો ગૂગલની પાસવર્ડ મેનેજર સર્વિસ બહુ કામની છે, પણ અમુક કાળજી ન રાખો તો બહુ જોખમી પણ બની શકે! આજના સમયમાં સંખ્યાબંધ ઓનલાઇન એકાઉન્ટસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ માટે પોતાના દરેક એકાઉન્ટના પાસવર્ડ યાદ રાખવા અશક્ય છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ પાસવર્ડ મેનેજર સર્વિસિસ તેનો ઉપાય આપે છે. ગયા વર્ષે ફેબ્રુઆરી, ૨૦૧૮ અંકમાં આપણે વિવિધ પાસવર્ડ મેનેજર્સ સર્વિસીઝ કેવી રીતે કામ કરે છે તેનો પરિચય મેળવ્યો હતો. તેની સાથે સાથે ગૂગલની પાસવર્ડ મેનેજર સર્વિસની પણ અછડતી માહિતી મેળવી...

પાસવર્ડ મેનેજર સર્વિસની સગવડ પીસીમાં જોખમી બની શકે છે

સૌથી પહેલી વાત - ગૂગલ પાસવર્ડ સર્વિસનો માત્ર એ જ સાધનમાં લાભ લો, જેનો માત્ર તમે પોતે અથવા પરિવારના સભ્યો ઉપયોગ કરતા હોય. ગૂગલ પાસવર્ડ સર્વિસનો મોબાઇલ અને પીસી બંનેમાં લાભ લઈ શકાય છે, તેમાંથી મોબાઇલમાં તેનો ઉપયોગ સલામત છે, જ્યારે પીસીમાં તે જોખમી બની શકે છે. કઈ રીતે, એ સમજીએ. મોબાઇલમાં વધુ સલામતી છે : જો તમારો ફોન એન્ડ્રોઇડ હોય અને તેમાં પહેલી વાર તમારા ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થતી વખતે તમે ગૂગલની બધી સર્વિસનો ડેટા સિન્ક્ડ રાખવાનો વિકલ્પ તમે પસંદ કર્યો હશે, તો તમે મોબાઇલમાં...

ટ્રાય કરો ટ્રેલો

ઇન્ટરનેટને કારણે હવે આપણા કામકાજની કોઈ ભૌતિક સીમાઓ રહી જ નથી. દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા જુદા જુદા લોકો એક જ પ્રોજેક્ટ પર સહેલાઇથી કામ કરી શકે છે. સવાલ ફક્ત પ્રોજેક્ટ મેનેજમેન્ટના વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરીને આપણી વ્યસ્તતા અને મોકળાશ વચ્ચે સંતુલન સાધવાનો હોય છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફક્ત મોટી કંપનીમાં જ જરૂરી હોય છે એવું પણ નથી. ઘરમાં કોઈ સામાજિક પ્રસંગ આવી ગયો હોય ત્યારે આપણે જુદા જુદા કામની કેટલીયે જાતની યાદી બનાવવી પડે છે. એ પછી આપણે દરેક કામ કેટલે પહોંચ્યું એનું પ્રોપર ટ્રેકિંગ...

ફાઇલ્સનું જુદા જુદા ફોર્મેટમાં કન્વર્ઝન

આજના ડિજિટલ સમયમાં આપણે અનેક પ્રકારના ફાઇલ ફોર્મેટસાથે કામ કરવાનું થતું હોય છે. ઘણી વાર એવું બને કે આપણને કોઈ વર્ડ, એક્સેલ ફાઇલ મળી હોય અને તેની આપણે પીડીએફ બનાવવાની હોય અથવા જેપીજી ઇમેજમાંથી પીડીએફ બનાવવાની હોય કે પીડીએફમાંથી માત્ર ટેકસ્ટ જોઇતી હોય. અથવા એવું પણ બની શકે કે આપણને કોઈ પીડીએફ ફાઇલ મળી હોય અને આપણે તેને તેના મૂળ ફોર્મેટ વર્ડ કે એક્સેલમાં ફેરવવાની હોય. આ પ્રકારના ફાઇલ કે ફોર્મેટ કન્વર્ઝન માટે ઇન્ટરનેટ પર સંખ્યાબંધ ટૂલ ઉપલબ્ધ છે. આ બધાં ટૂલ લગભગ એક સરખી રીતે...

ટીવી ચેનલ્સની ગૂંચવણ ઉકેલો!

નવા ચાર્જનું માળખું તમને ગૂંચવી રહ્યું હોય તો ટ્રાઇએ આપેલી વેબસર્વિસ તપાસી જુઓ આગળ શું વાંચશો? શું ફેર થઈ રહ્યો છે? નવા નિયમો મુજબની સ્થિતિ... નવું માળખું કેવું છે? ટ્રાઇની ઉપયોગી વેબ એપ્લિકેશન પસંદગી ‘ઓપ્ટિમાઇઝ’ કરો ભારતમાં લાંબા સમયથી ટીવી ક્ષેત્રે અરાજકતા હતી. એક સમયે ટીવી એટલે માત્ર દૂરદર્શન અને એનું પ્રસારણ પણ દિવસમાં અમુક કલાક પૂરતું સીમિત. એમાંથી ૧૯૮૦ના દાયકામાં ભારતનાં ઘરોમાં રંગીન ટીવી દેખાવા લાગ્યાં અને ૧૯૯૦ના દાયકાથી ઉદારીકરણના પગલે, ખાનગી ટીવી ચેનલ્સ પણ શરૂ થઈ. હવે એકવીસમી સદીમાં તો ટીવી ચેનલ્સનો રીતસર રાફડો...

ગૂગલ ક્રોમમાં પ્રોફાઇલની સ્માર્ટ સુવિધા

આપણી વાસ્તવિક જિંદગીની સાથોસાથ ડિજિટલ લાઇફ પણ અંગત અને વ્યાવસાયિક એમ બે ભાગમાં વહેંચાયેલી છે. બંને વચ્ચે સંતુલ રાખવા માટે ક્રોમની આ સુવિધા અપનાવવા જેવી છે... આ લેખમાં આગળ વધતાં પહેલાં નીચેના સવાલોના જવાબ આપો: તમે તમારા અંગત ઉપયોગ માટે અને કામકાજના ઉપયોગ માટે અલગ અલગ જીમેઇલ એકાઉન્ટ ધરાવો છો? તમારે ઘર અને ઓફિસમાં કમ્પ્યુટર પર જુદા જુદા હેતુઓ માટે કામ કરવાનું થાય છે? તમારી ઓફિસમાં એક જ કમ્પ્યુટરનો જુદા જુદા લોકોએ ઉપયોગ કરવાનો થાય છે? તમારા પરિવારમાં એક જ પીસી કે લેપટોપનો એકથી વધુ...

જિજ્ઞાસાભર્યું બનાવો નવું વર્ષ, આ રીતે!

નવા વર્ષને આવકારીએ, કંઈક અજાણી, અવનવી માહિતી સાથે. એક વર્ષનો અંત આવે અને નવા વર્ષને આવકારીએ એ સાથે, થોડા સમય માટે કેલેન્ડરમાં આપણો રસ નવેસરથી જાગૃત થાય છે! વર્ષના અંતે અને નવા વર્ષની શરૂઆતમાં, કેલેન્ડરમાં જાતભાતની બાબતોમાં તમને પણ રસ પડતો હોય તો આ એક સાઇટ તમારે જોવા જેવી છે www.timeanddate.com. આમ તો, શોધવા બેસીએ તો આ પ્રકારની ઘણી વેબસાઇટસ મળી આવે. કોઈ સાઇટ્સ પર નજર દોડાવવાને બદલે આપણા પોતાના પીસીમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના કેલેન્ડર અને કેલ્ક્યુલેટરમાં જરા વધુ ઊંડા ઊતરીએ તો તેમાં પણ અવનવી ખૂબીઓ નજરે...

જગતભરના સમાચારો જાણતા રહેવાનો એક નવો, સ્માર્ટ રસ્તો

જાન્યુઆરી ૩૧, ૧૯૪૮ના દિવસે, દિલ્હીના બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના સભા માટે મહાત્મા ગાંધી આવ્યા અને તેમના દર્શનાર્થીમાંના એક નથુરામ ગોડસેએ, બરાબર ૫.૧૨ના સમયે ગાંધીજીના કૃશ શરીરમાં ગોળીઓ ધરબી દીધી. તેની પંદર-વીસ મિનિટ પછી ગાંધીજીએ અંતિમ શ્વાસ લીધા. આગળ શું વાંચશો? સમાચાર માટે ઇન્ટરનેટ વિશ્વસનિય છે? તપાસવા જેવી નવી ન્યૂઝ સર્વિસ ગાંધીજીની હત્યાના ત્રણ-ચાર મહિના પહેલાંથી, ઓલ ઇન્ડિયા રેડિયોના કર્મચારીઓ રોજ સાંજે બિરલા હાઉસમાં હાજર રહી, પ્રાર્થનાસભા પછી ગાંધીજીના પ્રવચનને ટેલિફોન દ્વારા, ત્રણ કિલોમીટર દૂર રેડિયોના રેકોર્ડિંગ રૂમમાં ‘લાઇવ’ ટ્રાન્સમિટ કરતા હતા અને ત્યાં પ્રવચન રેકોર્ડ કરવામાં...

નવી ન્યૂઝ સર્વિસનો સંપૂર્ણ પરિચય

જો તમે તમારા સ્માર્ટફોનમાં જૂની ન્યૂઝ એન્ડ વેધર એપનો ઉપયોગ કરતા હશો, તો તમને નવી ન્યૂઝ એપ જોઈને આનંદનો હળવો આંચકો આવશે! નવી એપમાં ડિઝાઇનને લગતા સરસ ફેરફારો કરવામાં આવ્યા છે. ગૂગલની મૂળ ન્યૂઝ સર્વિસ ૧૫ વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી. ત્યારે માત્ર ઇન્ટરનેટ પરથી સાડા ચાર કે પાંચ હજાર જેટલી ન્યૂઝ સાઇટ્સ પરથી સમાચારો તારવી, તેને જુદા જુદા દેશ અને વિષય મુજબ ગોઠવીને આપણને એક જ વેબપેજ (અને પાછળથી એપ)માં બતાવવામાં આવતા હતા. જગતના આ સૌથી મોટા ‘અખબાર’માં કોઈ માણસ તંત્રી નહોતો, સમાચાર પસંદગી...

કામચલાઉ ઈ-મેઇલ એડ્રેસ બનાવો

માની લો કે તમારે કોઈ એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે અને તેના વિશે જુદી જુદી માહિતી એકઠી કરવા તમે ઇન્ટરનેટ પર જુદી જુદી સાઇટ્સ ફેંદી રહ્યા છો. તમે નોંધ્યું હશે કે હવે ઘણી સાઇટ્સ પર આવું થાય છે... જેવા તમે બીજી કોઈ વેબસાઇટ પર જવા માટે બ્રાઉઝરમાં નવી ટેબ પર માઉસ લઈ જાઓ, એટલે તરત પહેલી વેબસાઇટને જાણ થઈ જાય કે તમે તેને છોડીને જઈ રહ્યા છો, એટલે એ તાબડતોબ કોઈ ફ્રી ઇ-બુક કે ફ્રી ન્યૂઝલેટર પર સાઇન-અપ થવા માટે તમને તમારું ઈ-મેઇલ એડ્રેસ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.