પીસી કે સ્માર્ટફોનમાં કોઈ મહત્ત્વનું કામ કરતાં કરતાં કંટાળો આવે ત્યારે લોકો થોડો બ્રેક લેવા માટે ફરી ઇન્ટરનેટને જ શરણે જતા હોય છે. આ ‘થોડો બ્રેક’ બહુ લાંબો ન બની જાય એ માટે…
તમે અમદાવાદની પોળોમાં ક્યારેય ફુરસદે આંટો મારવા નીકળ્યા છો? આપણે રીલિફ રોડ કે માણેક ચોક જેવા જાણીતા રોડ કે વિસ્તારની વાત નથી કરતા, પોળની વાત કરીએ છીએ. જ્યાં એક સ્કૂટર પણ માંડ માંડ પસાર થઈ શકે અને કોઈને કોઈ તબક્કે સ્કૂટર પણ અટકે જ એવી સાંકડી પોળો એકબીજા સાથે એવી ગજબની રીતે ગૂંથાયેલી છે આપણે એક પોળમાં ઘૂસ્યા પછી ક્યાં અને ક્યારે નીકળીશું એ ખબર જ ન પડે.