તમે પ્રોફેશનલ ડિઝાઇનર હો કે કમ્પ્યુટરમાં સ્કૂલનો કોઈ પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા હો, સારી ગુણવત્તાની ઇમેજી જરૂર સૌ કોઈને પડતી હોય છે. સામાન્ય રીતે લોકો ગૂગલ પર ઇમેજ સર્ચ કરી, સારી લાગે તે ડાઉનલોડ કરી લેતા હોય છે, પરંતુ આ તસવીરો કોપીરાઇટથી સુરક્ષિત હોય છે એવી ગૂગલની નોંધ તરફ લોકોનું ધ્યાન જતું નથી અથવા તેઓ આંખમીંચામણા કરી લેતા હોય છે.