દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં એમેઝોનનાં જંગલોમાં દાવાનળની સંખ્યા અને વ્યાપ વધી રહ્યાં છે અને આખા વિશ્વને તેની દૂરગામી અસરોની ચિંતા થવા લાગી છે. સેલિબ્રિટિઝ સોશિયલ મીડિયા પર દાવાનળની તસવીરો સાથે ક્લાઇમેટ ચેન્જ સામે આક્રોષ ઠાલવી રહ્યા છે, પણ આ તસવીરો બહુ જૂની હોવાનું બહાર આવી રહ્યું છે!