અનેક વાઇરસનું એક નિદાન કેન્દ્ર

x
Bookmark

ઇન્ટરનેટ પરથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરતાં તમે ખચકાટ અનુભવો છે? હવે તમે ૫૦-૬૦ એન્ટિવાયરસ સર્વિસને એક સાથે પૂછી શકો છે કે એ ફાઇલમાં વાયરસ છે કે નહીં!

ગૂગલ એક સર્ચ એન્જિન હોવા ઉપરાંત, એક એન્ટિવાયરસ પ્રોગ્રામ પણ છે એવું કોઈ કહે તો તમે માનો? માનવું મુશ્કેલ છે અને ટેકનિકલી, એ ખરેખર એન્ટિવાયરસ પ્રોગ્રામ છે પણ નહીં, પણ કામ એ વાયરસ શોધવાનું જ કરે છે!

જેમ આપણા રોજિંદા ડોક્ટર આપણી કોઈ બિમારીનું મૂળ પકડી શકે નહીં તો આપણે કો બીજા નિષ્ણાતનો બીજો અભિપ્રાલ લઈએ, એ જ રીતે ઘણી આપણા કમ્પ્યુટરમાંનો એન્ટિવાયરસ પ્રોગ્રામ દરેક ફાઇલમાંના વાયરસને પકડી ન શકે એવું બની શકે છે.

સ્વીકારવી ન ગમે એવી હકીકત એ છે કે કોઈ એન્ટિવાયરસ પ્રોગ્રામ પરફેક્ટ હોતા નથી. કોઈ એન્ટિવાયરસ પ્રોગ્રામ કોઈ વાયરસ પકડી ન શકે, પણ બીજો પ્રોગ્રામ પકડી શકે એવું બની શકે છે. એટલે જ ‘કયો એન્ટિવાયરસ પ્રોગ્રામ સારો?’ એવા સવાલનો કોઈ સચોટ જવાબ હોતો નથી.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here