તારીખ પે તારીખ, ઔર ફિર એક તારીખ… ૧૯૯૩માં આવેલી ‘દામિની’ ફિલ્મમાં સની દેઓલનો આ ડાયલોગ યાદ છે? આજકાલ તમે પોતે કદાચ સની પાજી કરતાંય વધુ આક્રોશ સાથે આ જ ડાયલોગ અવારનવાર બોલતા હશો, ફેર ફક્ત એટલો કે તમે તારીખને બદલે ‘પાસવર્ડ’ શબ્દ બોલતા હશો!
આપણને ગુસ્સો આવે એમાં નવાઈ નથી. આખરે કેટલા પાસવર્ડ કોઈ માણસ યાદ રાખી શકે? આજની ડિજિટલ દુનિયામાં રોજબરોજ આપણે કોણ જાણે કેટલી વેબસર્વિસ, એપ વગેરેમાં ખાતાં ખોલાવીએ છીએ.
ઉપરથી, આ બધાના જરા વધુ જાણકાર ઓળખીતા-પાળખીતા આપણને ડરાવે કે ‘જોજો એકનો એક પાસવર્ડ બધે ન નાખતા!’ આપણેય સમજીએ કે એ જાણકાર ખોટા નથી, સાવ સાચા છે, પણ પાસવર્ડ યાદ કેટલા રાખવા અને કેમ રાખવા?
આ સવાલનો ટૂંકો જવાબ છે – પાસવર્ડ મેનેજર સર્વિસ.
આગળ શું વાંચશો?
- પાસવર્ડ મેનેજર કેવી રીતે કામ કરે છે?
- પાસવર્ડ મેનેજરના બીજા કોઈ લાભ?
- પાસવર્ડ યાદ રાખવાનો સૌથી સહેલો રસ્તો
- પાસવર્ડ માટે ગૂગલની સ્માર્ટ લોક સુવિધા