એચટીએમએલ કે જાવાના માસ્ટર બનવું છે?

x
Bookmark

ઇન્ટરનેટ પર ટેક ટ્યુટોરિયલ્સ આપતી અસંખ્ય સાઇટ્સ છે, પણ એમાંની બે ખાસ નોંધપાત્ર છે.

સાવ સાચું કહેજો, હમણાં જે મુદ્દે ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર આવી ગયા, એ લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) ચોક્કસપણે શું છે એની તમને ખબર છે? એ તો ઠીક, બીજી એક લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પણ છે એ તમને ખબર હતી? અઘરા સવાલોથી મૂંઝાયા હો તો એક સાવ સહેલો સવાલ – આ બંને લાઇન વિશે જાણવું હોય તો તમે કોની મદદ લેશો?

વિકિપીડિયાની! સહી જવાબ, પણ એચટીએમએલ કે જાવા વિશે શીખવું હોય તો? હવે વાત જરા કોમ્પ્લીકેટેડ બને કારણ કે કોઈ પણ વિષયની ખાસ્સી ઊંડી માહિતી મેળવવી હોય તો વિકિપીડિયાનો જોટો ન જડે, પણ જ્યારે કોઈ વિષય બાબતે માત્ર માહિતી ન મેળવવી હોય, પણ એનું શિક્ષણ મેળવવું હોય ત્યારે વિકિપીડિયાથી કંઈક વિશેષ જોઈએ. એચટીએમએલનું જ ઉદાહરણ આગળ ધપાવીએ તો વિકિપીડિયા પર તેનો આર્ટિકલ તો મળે અને તેમાં આ હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનો આખ્ખો ઇતિહાસ જાણવા મળે અને અત્યારની લેટેસ્ટ એચટીએમએલ-ફાઇવ વિશે પણ જાણકારી મળે, પણ એ લેખ વાંચીને એચટીએમલનો ઉપયોગ શીખી શકાય નહીં.

એ માટે કોઈ એવી સર્વિસ શોધવી પડે, જે આપણી આંગળી ઝાલીને, એચટીએમએલના ક, , ઘ શીખવે અને કોરી પાટી આપીને તેમાં આ લેંગ્વેજ પર હાથ અજમાવી જોવાની તક પણ આપે.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here