સવાલ લખી મોકલનારઃ માધવ જે. ધ્રુવ
આ સવાલ સંખ્યાબંધ લોકોને સતાવતો હોય છે. પહેલાં તો એ સમજીએ કે મોબાઇલમાં ફ્લેશ કન્ટેન્ટ કેમ સહેલાઈથી જોઈ શકાતું નથી. ફ્લેશ ટેક્નોલોજી મુખ્યત્વે ડેસ્કટોપને ધ્યાનમાં રાખીને વિક્સાવવામાં આવી હતી અને સ્માર્ટફોન સાથે તેનો મેળ બેસતો નહોતો.