તમે કોઈ પેનડ્રાઇવમાં અગત્યનો બેકઅપ સાચવતા હો અને તેને પાસવર્ડ પ્રોટેક્શન આપવા માગતા હો, તો જાણી લો પેનડ્રાઇવના ‘એન્ક્રીપ્શન’ની આ સહેલી રીત!
વોટ્સએપને કારણે, એન્ક્રીપ્શન ટેક્નોલોજી ફરી એક વાર ચર્ચામાં આવી ગઈ છે. સામાન્ય રીતે, વોટ્સએપમાંના આપણા મેસેજ ખાસ અગત્યના હોતા નથી અને સરેરાશ યૂઝરને પોતાના વોટ્સએપ ડેટાને અત્યંત ગુપ્ત રાખવાની જરૂર હોતી નથી, પણ આપણા પીસી, લેપટોપ કે યુએસબીમાંના ડેટાને તમારે સલામત રાખવાની જરૂર હોય એવું બની શકે છે. જેમ કે આપણે આપણા બિઝનેસ એકાઉન્ટની ફાઇલ્સનો કોઈ યુએસબી પેન ડ્રાઇવમાં બેકઅપ લેતા હોઈએ તો તે પેન ડ્રાઇવ બીજા કોઈના હાથમાં આવી ચઢે તો પણ તે તેને ઓપન કરીને આપણી ફાઇલ્સ મેળવી ન શકે એવું આપણે ચોક્કસ ઈચ્છીએ.