ફોનની રેમ/બેટરીનો ખાત્મો કરતી એપ્સ કેવી રીતે તારવશો?

તમારો ફોન કે ટેબલેટ સામાન્ય કરતાં નબળું પરફોર્મન્સ આપે તો તેનું કારણ, બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેતી એપ્સ હોઈ શકે છે. જાણી લો આવી એપ્સ પારખીને તેને દૂર કરવાની રીતો.

તમારો સ્માર્ટફોન કે ટેબલેટ થોડા સમયથી ધાર્યો પ્રતિસાદ ન આપતાં હોય એવું લાગે છે? મેસેજિંગ જેવી સાદી એપ ઓપન થવામાં પણ વાર લાગે છે? કે પછી, સવારે ફૂલ ચાર્જ કરેલો ફોન અગાઉ રાત સુધી ચાલતો, હવે બપોર થતાં બેટરી પૂરી થવા આવે છે?

આ બધા પ્રકારની તકલીફના મૂળમાં, ફોનની અપૂરતી રેમ અથવા રેમ અને બેટરીનો વધુ ઉપયોગ કરતી એપ્સ હોઈ શકે છે.

જો તમારો સ્માર્ટફોન બહુ જૂનો કે બહુ ઓછી કિંમતનો હોય અને 512 એમબી જેટલી જ કે તેથી પણ ઓછી રેમ તેમાં હોય તો પછી એનો લગભગ કોઈ ઉપાય નથી, એ ફોન તરીકે ચલાવી શકાય, સ્માર્ટફોન તરીકે નહીં!

પરંતુ ફોનમાં જો ઓછામાં ઓછી 1 જીબી જેટલી રેમ હોય કે હમણાં હમણાં લીધેલા ફોનમાં 2 કે 3 જીબી જેટલી રેમ હોય, બેટરી પણ પ્રમાણમાં ઠીક ઠીક સારી હોય છતાં ઉપર લખેલી સમસ્યાઓ સતાવતી હોય તો પછી શંકાના ઘેરામાં નિ:શંકપણે એવી એપ્સ છે, જે આપણી જાણ બહાર ફોનની રેમ અને બેટરીનો ઉપયોગ કરી રહી છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here