વોટ્સએપનો ડેટા નવા ફોનમાં કેવી રીતે લઈ જવો?

સવાલ લખી મોકલનારઃ અજય લિંબાચિયા, ધોરાજી

ફેસબુક જેવી સોશિયલ સાઇટ કે જીમેઇલ જેવા સર્વિસમાં આપણો બધો ડેટા જે તે સર્વિસનાં સર્વરમાં રહેતો હોય છે, એટલે આપણે ગમે તે કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં આપણા યૂઝરનેમ-પાસવર્ડથી લોગઇન થઈએ તો આપણો બધો જ ડેટા એ કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં જોઈ શકાય છે.

જ્યારે વોટ્સએપમાં આપણો ડેટા આપણા સ્માર્ટફોનમાં જ સચવાયેલો હોય છે. આપણે વોટ્સએપ એપમાં કોઈ મેસેજ લખીએ અને કોઈ વ્યક્તિ કે ગ્રૂપને મોકલીએ ત્યારે સામેની વ્યક્તિ ઓનલાઇન હોય તો તેને તરત મેસેજ ડિલિવર થાય અને થોડા સમયમાં વોટ્સએપના સર્વર પરથી ડિલિટ થઈ જાય. જો સામેની વ્યક્તિ ઓનલાઇન ન હોય તો આપણો ૩૦ દિવસ સુધી વોટ્સએપના સર્વર પર સચવાય અને પછી ડિલિટ થઈ જાય.

પરંતુ, વોટ્સએપ આપણા ફોનમાં, આપોઆપ આપણા ડેટાનો બેકઅપ લે છે. જૂના ફોનમાંના આ બેકઅપને આપણે નવા ફોનમાં લઈ જઈએ તો નવા ફોનમાં પણ, વોટ્સએપમાંના અગાઉના મેસેજીસ જોઈ શકાય.

એ માટે, વોટ્સએપ બેકઅપ કેવી રીતે લે છે અને ક્યાં સ્ટોર કરે છે એ સમજવું પડે.

Please to view this content. (Not a member? Join Today!)
April-2016

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here