રાતદિવસ વોટ્સએપ પર એક્ટિવ લોકોને ધડાધડ ટાઇપિંગની પ્રેક્ટિસ થઈ જ જાય છે, પણ નાનાં બાળકોને ગેમ્સ માટે ફક્ત એરો કીથી આગળ વધારીને ટાઇપિંગની પ્રેક્ટિસ કરાવવી હોય કે ચાલીસી વટાવી ગયેલા લોકોએ સ્માર્ટફોન પર આંગળીઓને ફટાફટ ફરતી કરવી હોય તો એ માટે તેમણે પૂરતી પ્રેક્ટિસ કરવી પડે.