અમેરિકન જીપીએસ ભૂલીને આપણે નાવિક તરફ વળી શકીશું – અલબત્ત થોડા સમય પછી.
ભારતની પોતાની જીપીએસ જેવી નેવિગેશન સિસ્ટમ હવે હાથવેંતમાં છે – ગયા મહિનાના આ સમાચારમાં થોડા ઊંડા ઊતરીએ.
ગયા અઠવાડિયે, પાકિસ્તાનની અફઘાનિસ્તાન તરફની સરહદ નજીક, બલૂચિસ્તાનમાં એક કારમાં જઈ રહેલા તાલિબાનના વડા મુલ્લા અખ્તર મન્સૂર પર આકાશમાંથી ડ્રોન સ્વરૂપે મોત ત્રાટક્યું. અમેરિકન એરફોર્સનાં માનવરહિત ડ્રોન ગજબની ચોક્સાઈથી મન્સૂરની દોડતી કારનું નિશાન સાધી શક્યાં તેના મૂળમાં રહેલી જુદી જુદી ટેકનોલોજીમાંની એક છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ – જીપીએસ.