યાહૂએ યાહૂ એકાઉન્ટ કી નામની એક નવી પદ્ધતિ આપી છે, જે મુજબ આપણે યાહૂ મેઇલમાં સાઇનઇન થવાનો પ્રયાસ કરીએ ત્યારે ફક્ત આપણું ઈ-મેઇલ આઇડી જ આપવાનું રહે છે, પાસવર્ડ નહીં! આપણે ઈ-મેઇલ આપીએ એટલે આપણે આપેલા મોબાઇલ નંબર પર એક પુશ નોટિફિકેશન આવે, તમે યાહૂ મેઇલમાં સાઇન ઇન થવા માગો છો? યસ કે નો? આપણે યસ કહીએ એટલે પીસી પર યાહૂ મેઇલમાં સાઇન-ઇન થઈ જઈએ! કોઈ જ પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહીં.