સાયબર ક્રાઇમનું વધતું પ્રમાણ

ભારતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના આંકડા અનુસાર ૨૦૧૩ અને ૨૦૦૦ વચ્ચે સાયબર ક્રાઇમના પ્રમાણમાં ૭૦ ટકા જેટલો વધારો થયો છે.

ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ અનુસાર જેમાં કમ્પ્યુટરનો એક સાધન તરીકે કે ટાર્ગેટ તરીકે ઉપયોગ કરીને કોઈ પણ બિન કાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે તે સાયબર ક્રાઇમ ગણાય છે.

ભારતમાં ૨૦૧૪માં સાયબર ક્રાઇમના ૯૬૦૦ કેસ નોંધાયા હતા. એ જ વર્ષે ચોરીના ૩,૦૦,૦૦૦ કેસની સરખામણીમાં આ આંકડો ઘણો નાનો છે, પરંતુ ભારતમાં ચોરી અને લૂંટફાટના કિસ્સા વાર્ષિક ૧૭ થી ૧૮ ટકાના દરે વધે છે, જ્યારે સાયબર ક્રાઇમ વાર્ષિક ૭૦ ટકાના દરે વધી રહ્યા છે. એ પણ નોંધપાત્ર છે કે ભારતમાં થતા સાયબર ક્રાઇમમાં સોશિયલ મીડિયા દ્વારા થતા ગુનાઓનું પ્રમાણ ઘણું વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here