‘સાયબરસફર’નો ઝોક હંમેશા જે દેખીતું નજર સામે છે, એનાથી વધુ ઊંડા ઊતરવા તરફ રહ્યો છે. આપણે સૌ રાત-દિવસ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરતા રહીએ છીએ, ઓફિસમાં કામ કરતા હોઈ કે ઘરે ફુરસદના સમયે સર્ફિંગ કરી રહ્યા હોઈએ, જ્યારે પણ આપણે પીસી સામે હોઈએ અને નેટ કનેક્શન ચાલુ હોય ત્યારે આપણો ઘણો ખરો સમય હવે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીતે છે.