આવી ગયો છે ઊડતો કેમેરા!

By Content Editor

3

સેલ્ફીના શોખિનો માટે એક આનંદના સમાચાર – હવે આપણી સામે ઊડતો રહીને ફોટોગ્રાફ કે વીડિયો કેપ્ચર કરે એવા ડ્રોન કેમેરાનું વેચાણ શરૂ થઈ ગયું છે!

સ્માર્ટફોનમાં આપણે સેલ્ફી લેતા હોઈએ ત્યારે હાથને એકદમ સ્ટ્રેચ કરીને દૂર રાખવો પડે. તેના ઉપાય તરીકે સેલ્ફી સ્ટીક આવી. પણ, સેલ્ફી લેવા માટે હાથ લંબાવવો ન પડે કે સેલ્ફી સ્ટીકને યોગ્ય એંગલમાં રાખવાની મથામણ ન કરવી પડે તો?

કોઈ હિલ સ્ટેશન પર આપણે ફરવા ગયા હોઈએ અને પર્વતની ટોચેથી આથમતો સૂર્ય જોઈએ રહ્યા હોઈએ ત્યારે, ફિલ્મમાં જ જોવા મળે, એવા જરા ઊંચા ક્રેનશોટની જેમ, ફોરગ્રાઉન્ડમાં આપણે હોઈએ, પાછળ ડૂબતો સૂરજ હોય અને દૂર દૂર સુધી વિસ્તરતી પર્વતમાળા હોય એવો ફોટોગ્રાફ લેવો હોય તો?

નજીકના ભવિષ્યમાં એવું બનશે કે તમે હેન્ડબેગમાંથી તમારો કેમેરા બહાર કાઢશો, નોટબુકની જેમ તેને અનફોલ્ડ કરી, હવામાં તરતો મૂકશો, કેમેરા હવામાં ઊંચે ચઢશે અને બરાબર તમારી કલ્પના મુજબ ફોટોગ્રાફ લેશે અથવા તમે ઇચ્છો તો ફોરકે રેઝોલ્યુશન સાથે વીડિયો કે ૩૬૦ ડીગ્રી પેનોરમા લઈ આપશે.

એટલું જ નહીં, તમે ચાલવા લાગશો કે સાઇકલિંગ કરતા હશો ત્યારે પણ આ ઊડતો કેમેરા તમારા પર ફોકસ્ડ રહી, તમને ફોલો કરીને તમારી ફોટોગ્રાફી કરતો રહેશે. તમે ઇચ્છો ત્યારે આ ઊડતો કેમેરા તમારી પાસે પરત ફરશે, તેને હળવેકથી ઝીલી લો, ફોલ્ડ કરી બંધ કરો અને હેન્ડબેગમાં પાછો મૂકી દો! કેમેરાને એન્ડ્રોઇડ કે આઇઓએસની એપથી કંટ્રોલ કરી શકાશે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop