માઇક્રોસોફ્ટ વર્ડના તમે પાવરયૂઝર હો તો તમે જાણતા હશો કે તેમાં આપણે વારંવાર ટાઇપ કરવાના થતા લાંબા શબ્દો માટે શોર્ટફોર્મ સેટ કરી શકીએ છીએ. જેમ કે આપણે વારંવાર ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ ટાઇપ કરવાનું થતું હોય તો ફક્ત જીઓઇ લખીને એન્ટર પ્રેસ કરવાથી આખો શબ્દપ્રયોગ ટાઇપ થઈ જાય એવું સેટિંગ થઈ શકે છે.
આવો જ શોર્ટકટ સ્માર્ટફોનમાં પણ સેટ કરી શકાય છે!