યૂઝર ડેટા વિશે નવા કાયદા

એક-બે મહિના પહેલાં વોટ્સએપે યૂઝર્સનો ડેટા ફેસબુકને આપવાનું નક્કી કર્યું અને એ મુજબ પોતાની પ્રાઇવસી પોલિસી બદલતાં હોબાળો થયો અને આખરે એ મુદ્દો અદાલતમાં ગયો.

અદાલતે નવી પ્રાઇવસી પોલિસીને મંજૂરી તો આપી, પણ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬ પહેલાંનો યૂઝર ડેટા ડિલીટ કરવાની વોટ્સએપને સૂચના આપી એ આપણે જાણીએ છીએ.

આ આખા પ્રકરણને પરિણામે, હવે સરકાર ડિજિટલ ડેટા પરનો અંકુશ વધારવાનું વિચારી રહી છે. એ સમાચાર મુજબ, ભારતના ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન ૬૭-સીમાં ફેરફાર કરાશે અને તે મુજબ, જીમેઇલ, વોટ્સએપ તથા ફેસબુક, ટેલિગ્રામ, સ્નેપચેટ, એમેઝોન વગેરે વેબ સર્વિસીઝ આપણે ડેટા કયા ફોરમેટમાં અને કેટલા સમય સુધી સાચવી શકશે તે નક્કી કરવામાં આવશે.

અન્ય દેશો પણ આ પ્રકારના નિયમો ઘડી રહ્યા છે. જોકે વોટ્સએપ જેવી જે સર્વિસ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રીપ્શન કરી કરી રહી છે તેને આ નવા કાયદા હેઠળ કેવી રીતે અંકુશમાં લાવવી તે મુદ્દે કાયદાકીય ગૂંચવણો સર્જાય તેવી શક્યતા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here