fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઈલથી રૂપિયાની આપલે સાવ સહેલી બનશે આ રીતે!

 

આ લેખનો વિષય સૂચવનાર વાચક મિત્ર : તપન મારુ, પૂણે

કલ્પના કરો કે તમે કોઈ કરિયાણાની દુકાને કે કોઈ સુપરમાર્કેટમાં ગયા. તમારી ખરીદીનું બિલ ૪૩૬ રૂપિયા થયું. તમારે ખિસ્સામાંથી પર્સ કાઢીને છૂટા રૂપિયા શોધવાની કે તમારી ૫૦૦ રૂપિયાની નોટ સામે બાકીના રૂપિયા આપવા માટે વેપારીએ મગજમારી કરવી નહીં પડે.

તમારે તમારું એક પ્રકારનું આઇડી વેપારીને કહેવાનું રહેશે, જેમ કે રમણભાઈએટએસબીઆઇ. પેલા વેપારી પોતાના મોબાઇલમાં તમારું આઇડી નાખીને ૪૩૬ રૂપિયાના પેમેન્ટની રીક્વેસ્ટ મોકલશે. તરત જ તમારા મોબાઇલમાં એ રીક્વેસ્ટના કન્ફર્મેશનનો મેસેજ આવશે, તમે એટીએમ કાર્ડના પિન જેવો એક પિન આપીને હા કહેશો એટલે તમારા બેન્ક ખાતામાંથી પેલા વેપારીના બેન્કના ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ જશે – તરત જ!

આ જ રીતે, આપણે વેપારીનું આઇડી પૂછીને તેની સીધી રકમ મોકલી આપીએ અને એ પોતાના મોબાઇલમાં રકમ મળી ગયાની ખાતરી કરી લે એવું પણ બની શકશે.

કંઈક આવું જ ઉદાહરણ આપણે થોડા સમય પહેલાં એક ટીવી જાહેરાતમાં વારંવાર જોતા હતા, જેમાં એક વ્યક્તિ ટેક્સી ડ્રાઇવરને પોતાના વોલેટથી પેમેન્ટ કરે છે. પરંતુ એ જાહેરાતની વાત અને અત્યારની વાતમાં મોટો તફાવત છે. ત્યારે વાત પેટીએમ જેવી એક ખાનગી કંપનીની મોબાઇલ વોલેટની વાત હતી અને આપણે જેને પેમેન્ટ કરવું હોય એ વ્યક્તિ પેટીએમનો ઉપયોગ ન કરતી હોય તો વાત અટકી પડે.

જ્યારે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ભારતની સંખ્યાબંધ બેન્ક્સ જેમાં જોડાઈ રહી છે એવી એક નવી વ્યવસ્થાની. ભારતના બેન્કિંગ ક્ષેત્રનું નિયમન કરતી સર્વોચ્ચ બેન્ક, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) તથા બેન્ક્સ વચ્ચેની નાણાકીય લેવડદેવડ સંભાળતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ આ સુવિધા લોન્ચ કરી છે, એટલે આખી વાત વધુ વ્યાપક બનવાની આશા જાગે છે.

ગયા મહિને (એપ્રિલ 2016માં) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન રઘુરામ રાજને ‘યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)’ની જાહેરાત કરી ત્યારે ઘણાં અખબારોએ મથાળાં બાંધ્યાં કે ‘રઘુરામે તમારા સ્માર્ટફોનને બેન્કમાં ફેરવી નાખ્યો છે!’

જોકે એ સાથે એક ગમ્મત થઈ!

ઘણાં અખબારી માધ્યમોએ, રિઝર્વ બેન્ક અને પેમેન્ટ્સ કોર્પોરેશને ‘નવી એપ’ લોન્ચ કરી હોવાનું નોંધ્યું. સાથે રઘુરામ રાજન અને એનપીસીઆઇના સલાહકાર, ઇન્ફોસિસના સહસ્થાપક તથા આધારકાર્ડની પહેલ માટે વધુ જાણીતા નંદન નિલેકણી વગેરે સ્માર્ટફોન બતાવતા હોય એવા ફોટોગ્રાપ્સ પણ છપાયા. જેના કારણે લોકો ગૂગલના પ્લે સ્ટોર કે આઇઓએસના એપ સ્ટોરમાં યુપીઆઇ એપ શોધવા લાગ્યા અને પછી નિરાશ થયા!

હકીકતમાં, સંખ્યાબંધ ખાનગી કંપનીઓએ લોન્ચ કરેલી મોબાઇલ વોલેટ એપ કે તેને પગલે ઘણી બેન્ક્સે રજૂ કરેલ મોબાઇલ બેન્કિંગ એપ જેવી, યુપીઆઇ કોઈ એક એપ નથી.

એ એક સિસ્ટમ છે, એક વ્યવસ્થા છે, જે યુનિફાઇડ છે એટલે કે સંખ્યાબંધ બેન્ક્સને એકબીજા સાથે જોડતી વ્યવસ્થા છે, જેનો લાભ આપણા સુધી આવતા એક-બે મહિના પછી પહોંચશે અને આપણી બેન્કની જ એપ દ્વારા જ આપણે તેનો લાભ લઈ શકીશું.

આ પ્રારંભિક ગૂંચવાડા છતાં, એટલું નક્કી છે કે આ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસથી ભારતમાં નાણાની લેવડદેવડની પદ્ધતિમાં ચોક્કસ મોટું પરિવર્તન આવશે. તમે અત્યાર સુધી મોબાઇલ વોલેટનો ઉપયોગ કરતાં ખચકાતા હો તો પણ, તમે પણ, આ નવી વ્યવસ્થાનો લાભ લેવા માગશો.

બેન્કમાં ખાતું અને સ્માર્ટફોન ધરાવતી કોઈ પણ વ્યક્તિ યુપીઆઇનો લાભ લઈ શકશે.

આગળ શું વાંચશો?

  • યુપીઆઇથી શો લાભ થશે?

  • યુપીઆઇનો લાભ કેવી રીતે મળશે?

  • યુપીઆઇના ભાવિ ઉપયોગ

  • યુપીઆઇ સફળ થશે?

  • રેલવે રિઝર્વેશન કરી શકાશે આ રીતે…

  • યુપીઆઈનાં જમા પાસાં

  • આધાર કાર્ડનું યુપીઆઈ કનેક્શન

  • ફેસબુક મેસેન્જરમાં પણ રકમની આપલે!

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.