પ્રતિભાવ

હું શરૂઆતથી જ ‘સાયબરસફર’નો વાચક છું અને મેગેઝિનમાંથી ખૂબ ઉપયોગી માહિતી મળે છે. આવતા અંકોમાં બ્લોગ શું છે, બ્લોગિંગ કેવી રીતે શરૂ કરાય, બ્લોગિંગમાંથી કમાણી કેવી રીતે કરી શકાય વગેરે વિશે માહિતી આપશો.

વિદ્યાર્થીઓ માટે પોતાના વ્યક્તિત્વને વિક્સાવવામાં બ્લોગિંગ ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ રીતે તેમની વિચાર શક્તિ, લેખન શક્તિ, સંશોધન કરવાની આવડત, આત્મવિશ્વાસસ વગેરે બધું વિકસી શકે અને તેમને કોઈ ચોક્કસ ક્ષેત્રમાં નિષ્ણાત બનવાની તક પણ મળે છે.

સતીષ કનોજિયા, ભાવનગર


જો આપણે વિવિધ પ્રકારની એપ્સ અને વાઇ-ફાઇ વગેરેનો ઉપયોગ કરીએ તો સ્માર્ટફોનની બેટરી બહુ ઝડપથી ઊતરે છે. ફોનની બેટરીની પ્રમાણમાં સારી ક્ષમતાની હોય તો પણ બેટરી ઓછી જ પડે છે! એપ્સનો ઉપયોગ ન કરી શકીએ તો પછી સ્માર્ટફોન લેવાનો કોઈ અર્થ રહેતો નથી. વિવિધ પ્રકારની બેટરી સેવર એપ્સનો ઉપયોગ કરી જોયો, પણ કોઈ સંતોષકારક પરિણામ મળતું નથી. આવતા અંકમાં બેટરી સેવિંગ વિશે ટીપ્સ આપશો.

– કુલીન દેસાઈ, વડોદરા


વિન્ડોઝ અને એપલ ફોન યૂઝર્સને માટે તેમને ઉપયોગી માહિતી પણ આપતા રહો. દરરોજ નવા ફોન અને તેને સંબંધિત નવા સમાચાર આવતા હોય છે, એ બધા વિશે પણ નિયમિત માહિતી આપો. માર્કેટ વોચ, એપ વોચ, ટેક વોચ વગેરે ખૂટતું લાગે છે. મેગેઝિનને વધુ રસપ્રદ બનાવો.

– ડૉ. નિલેશ ઠક્કર, સુરેન્દ્રનગર


નવેમ્બરના અંકમાં વર્ડસ્પાર્કમાં ઓનલાઇન ખરીદીનું માઇનસ પાસું વધારે બતાવ્યું હોય એમ લાગે છે. ઓનલાઇન ખરીદીથી ટ્રાફિક, રીક્ષાનો ઝેરી ધૂમાડો અને વણજોઇતા અકસ્માતોથી બચી શકાય છે!

‘સાયબરસફર’ વાંચવાની ખરેખર મજા આવે છે, મોબાઇલ વોલેટ વિશે હજી વધુ માહિતી આપતા રહેશો.

– પલાશ શાહ, ભરુચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here