નિશાન બનવામાં ફાયદો કે ગેરફાયદો?

ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ઘણા લોકોને ઘણી વાર નવાઈ લાગતી હોય છે – ગૂગલ, ફેસબુક, ટવીટર અને બીજી સંખ્યાબંધ સર્વિસીઝ અને તે ઉપરાંત, વિવિધ પ્રકારનું કન્ટેન્ટ આપતી અનેક સાઇટ્સ બધું જ મફત (અથવા લગભગ મફત) કેવી રીતે આપી શકે છે? એ બધી કંપની કમાણી કેવી રીતે કરતી હશે? જવાબ છે – આ કંપનીઓ માટે આપણે પોતે જ, એટલે કે યૂઝર્સ જ પ્રોડક્ટ છે!

આ અંકની કવરસ્ટોરીમાં તમે વાંચશો તેમ આપણા સૌની ઝીણવટભરી માહિતીને આધારે મહાભારતના અર્જુનની જેમ આપણા પર જાહેરાતનું સચોટ નિશાન તાકવામાં આવે છે અને જે કંપની, જાહેરખબર આપનારને નિશાન તાકવામાં વધુમાં વધુ મદદ કરી શકે તે બીજા કરતાં વધુ કમાય છે!

એ ચોક્કસ નોંધવું રહ્યું કે ગૂગલ જેવી કંપની જાહેરાતમાંથી જંગી કમાણી કરે છે તો સતત નવી નવી ટેકનોલોજી વિક્સાવીને તેને માનવજાતના વિકાસ માટે ઉપયોગમાં પણ મૂકે છે. મોબાઇલના સ્ક્રીન પર હિમાલય ખૂંદવાની સુવિધા કરી આપતી એપ આ જ વાતનું ઉદાહરણ છે.

ટેક્નોલોજી જેમના અભ્યાસનો વિષય છે એવા વિદ્યાર્થીઓ અને આ ક્ષેત્રમાં નોકરીએ લાગી ગયેલા,પણ બદલાતા સમયની નવી ટેકનોલોજીથી અપડેટ રહેવાની મથામણ કરી રહેલા લોકો માટે ખાસ જેવી સાઇટ ટેક ટ્યુટોરિયલ્સનો પણ આ અંકમાં વિગતવાર પરિચય આપ્યો છે.

 – હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here