સવાલ લખી મોકલનારઃ રાજન ત્રિવેદી, અમદાવાદ
રાજનભાઈએ ખરેખર તો સવાલ સાથે જવાબો પણ સૂચવ્યા છે અને કદાચ એમના જેવી મૂંઝવણ આપણામાંથી ઘણા લોકો અનુભવતા હોઈશું. આપણે તો મોબાઇલમાં કે પીસીમાં બહુ સહેલાઈથી મ્યુઝિક એપ્સ કે સાઇટ્સ કે સીડીની મદદથી આપણો સંગીત સાંભળવાનો શોખ પૂરો કરી લઈએ, પણ જેમને આ બધાં સાધનોના ઉપયોગની ઓછી ફાવટ છે એવા પરિવારના વડીલો માટે સૌથી સહેલું કયું સાધન ગણાય?