આપણે સૌ સ્માર્ટફોનનો રોજબરોજ ઉપયોગ કરતા હોવા છતાં, તેમાં એટલી બધી ખૂબીઓ છે કે કોઈ ને કોઈ આપણા ધ્યાન બહાર રહી જ જાય. તમે હજી હમણાં જ સ્માર્ટફોનના પરિચયમાં આવ્યા હો તો તો એમાંની બધી જ વાતો તમને ગૂંચવશે અને સ્માર્ટફોનનો ખાસ્સા લાંબા સમયથી ઉપયોગ કરતા હશો તો પણ ક્યારેક ફુરસદના સમયે ફોનનાં વિવિધ સેટિંગ્સમાં ઊંડા ઊતરશો તો ઘણી નવાઈભરી વાતો નજર સામે આવશે.