હજી હમણાં સુધી આપણે ફોનનું નવું સિમકાર્ડ મેળવવું હોય તો બે-ચાર જાતના પુરાવાના દસ્તાવેજની નકલ અને એ અસલની જ નકલ છે એવું પૂરવાર કરવા અસલ દસ્તાવેજ સાથે લઈ જવા પડતા હતા. એ બધું સુપરત કર્યા પછી પણ કાર્ડ ચાલુ થવા માટે તો ફોન પર વેરિફિકેશન થતાં સુધી લાંબી ધીરજ ધરવી જ પડે.