ભારતમાં ઓનલાઇન શોપિંગની વિશ્વસનીયતા સામે હજી પણ પ્રશ્નાર્થો છે ત્યારે, ફ્લિપકાર્ટે પોતાની વિશ્વનીયતા કેળવવાના પોતાની રીતે પ્રયાસો શરૂ કર્યા છે. અહેવાલો અનુસાર, ગયા વર્ષથી ફ્લિપકાર્ટે તેના પોતાના ૩૦૦ જેટલા કર્મચારીઓને ‘મીસ્ટ્રી શોપિંગ’નું કામ સોંપ્યું. જે મુજબ, આ કર્મચારીઓએ સામાન્ય ગ્રાહકોની જેમ ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરવાની હતી અને પછી, તેમણે ફ્લિપકાર્ટ પરના સેલર્સ તરફથી તેમને કેવો પ્રતિસાદ મળ્યો, ઓર્ડર મુજબ સારી ગુણવત્તાની ચીજ મળી કે નબળી ગુણવત્તાની, આફ્ટર સેલ્સ સર્વિસ કેવી હતી વગેરે ફીડબેક કંપનીને આપવાનો હતો.