યુટ્યૂબ પર બોલીવૂડની કેટલીક કંપની ઉપરાંત, રસોઈ શીખવતા વીડિયોઝ અપલોડ કરીને ગૃહિણીઓ પણ મોટી કમાણી કરવા લાગી છે, પણ…
સમય કેવો બદલાય છે એ ઘણી વાર પ્રશ્ર્નો પરથી પણ સમજાય છે. થોડા વર્ષ પહેલાં આ ‘સાયબરસફર’ સૌથી વધુ પૂછાતો પ્રશ્ન એ હતો કે બ્લોગમાંથી કમાણી કેવી રીતે કરાય? હવે પૂછવામાં આવે છે કે યુટયૂબ ચેનલને મોનેટાઈઝ કેવી રીતે કરી શકાય? બંને સવાલનો એક જ અને અટપટો જવાબ છે : સાવ સહેલું છે અને બહુ અઘરું છે!