Home Tags You tube

Tag: you tube

ફેક ન્યૂઝ પારખવામાં આપણી કોમનસેન્સ ઓછી પડે તો…

ચૂંટણીનો જંગ સોશિયલ મીડિયા પર પણ લડાઈ રહ્યો છે ત્યારે શું સાચું અને શું ખોટું એ પહેલી નજરે ન પરખાય તો તમે કેટલીય વેબસાઇટ્સ અને કેટલાંક ખાસ ટૂલ્સની મદદથી હકીકત જાણી શકો છો. આગળ શું વાંચશો? ફેક ન્યૂઝનો સામનો કેવી રીતે થઈ રહ્યો છે? ફેક ન્યૂઝ કેવી રીતે પારખવા? પુલવામા હુમલાનું ‘ષડયંત્ર’ નરેન્દ્ર મોદીએ ‘પાકિસ્તાની ધ્વજ’ લહેરાવ્યો? પ્રણવદા ‘સંઘી’ બન્યા? કોંગ્રેસની ઓફિસમાં બાદશાહ ઔરંગઝેબનો ફોટો? કેરળના ધારાસભ્યની કાર પર ‘પાકિસ્તાની’ ધ્વજ? ફેક ન્યૂઝ. આ બંને શબ્દ પોતે જ એકબીજાના વિરોધાભાસી છે, પણ ભારતમાં આ શબ્દની કોઈ...

યુટ્યૂબમાં વીડિયોની ટ્રાન્સ્ક્રીપ્ટ મેળવો

યુટ્યૂબમાં અનેક વિષયોની ખાસ્સી ઊંડાણભરી સમજ આપતા વીડિયોઝનો ખજાનો પડ્યો છે, પણ ક્યારેક મુશ્કેલી એ થાય કે આ વીડિયોમાં ઓડિયોની ક્વોલિટી બહુ સારી ન હોય અથવા તો તેના ઉચ્ચારો આપણને ન સમજાય એવા હોઈ શકે છે. આ ફક્ત આપણી નહીં, દુનિયાભરના લોકોની સમસ્યા છે અને યુટ્યૂબે તેનો ઉપાય આપ્યો છે ટ્રાન્સ્ક્રીપ્ટ સ્વરૂપે. યુટ્યૂબ પર અપલોડ થતા દરેક વીડિયોમાં, અપલોડ કરનાર ઇચ્છે તો વીડિયોમાં બોલાયેલા શબ્દોની આપોઆપ ટ્રાન્સ્ક્રીપ્ટ એટલે કે ટેક્સ્ટ ફાઇલ પણ તૈયાર થાય છે - આવી ફાઇલ વીડિયો અપલોડ કરનારે પોતે તૈયાર કરી ન હોય,...

યુટ્યૂબનું મિનિ પ્લેયર વેબ વર્ઝનમાં પણ ઉમેરાયું

સ્માર્ટફોનમાં યુટ્યૂબ એપનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આ એપમાં તમે જોયું હશે તેમ કોઈ વીડિયો પ્લે કરવાનું શરૂ કરો એ પછી બીજા કોઈ વીડિયો શોધવાનું મન થાય તો એપના મથાળે ચાલતા વીડિયોને આંગળીના લસરકે નીચે લાવતાં તે વીડિયો સ્ક્રીન પર નીચેની તરફ ગોઠવાઈ જાય છે. એ વીડિયો ત્યાં પ્લે થતો રહે છે અને આપણે એપમાં બીજા વીડિયો માટે ખાંખાં ખોળા કરવાનું ચાલી રાખી શકીએ છીએ. આ સુવિધાને યુટયૂબમાં ‘મિનીપ્લેયર’ની સુવિધા કહે છે. આ સગવડ અત્યાર સુધી યુટ્યૂબના વેબ વર્ઝનમાં ઉપલબ્ધ નહોતી એટલે કે જો...

યુટ્યૂબ એપમાંથી સાઇન આઉટ કેવી રીતે થવાય?

સવાલ મોકલનાર : કૃષ્ણવીર દિક્ષિત, વડોદરા આખું ઇન્ટરનેટ કેવી રીતે ચાલે છે એ સમજવું હોય તો ફક્ત યુટ્યૂબનું ઉદાહરણ કાફી થઈ પડે. તમે પીસીમાં અથવા સ્માર્ટફોનમાં યુટ્યૂબ ઓપન કરીને કોઈ પણ વીડિયો જુઓ, ધારો કે ક્રિકેટનો કોઈ વીડિયો, તો પછી જ્યારે પણ તમે ફરી યુટ્યૂબમાં જાઓ ત્યારે ક્રિકેટના ઢગલાબંધ વીડિયો બતાવવામાં આવે. ઇન્ટરનેટ પર લગભગ બધે જ આવું ચાલે છે - તમે કોઈ પણ વાતમાં થોડોક રસ બતાવો એટલે એ સર્વિસ રીતસર તમારી પાછળ પડી જાય અને એ બાબતને લગતું વધુમાં વધુ કન્ટેન્ટ બતાવવાની કોશિશ...

યુટ્યૂબનો વીડિયો મારા બ્લોગમાં એમ્બેડ કરી શકાય?

સવાલ મોકલનાર : નવનીત એસ. રાઠોડ, ભાવનગર ચોક્કસ કરી શકાય. સામાન્ય રીતે યુટ્યૂબ પરના દરેક વીડિયોને અન્ય કોઈ પણ બ્લોગ કે વેબસાઇટ પર એમ્બેડ કરવા માટેની સુવિધા આપવામાં આવતી હોય છે. તેમાં નિશ્ચિત સાઇઝના બોક્સમાં વીડિયો દર્શાવવા માટે તેનો કોડ આપવામાં આવે છે. આપણે તે કોડ કોપી કરીને આપણા બ્લોકમાં મૂકવાનો હોય છે. અન્ય કોઈ પણ સાઇટ પરનું કન્ટેન્ટ જેમ કે વીડિયો કે ઇન્ફોગ્રાફિક ઇમેજ આ રીતે બીજી સાઇટ પર એમ્બેડ કરવા માટે  આઇફ્રેમ નામની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આઇફ્રેમ એ ઇનલાઇન ફ્રેમ શબ્દનું ટૂંકું...

યુટ્યૂબની પૂરી મજા લેવાના કેટલાક સ્માર્ટ રસ્તા

યુટ્યૂબનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હો તો પણ બની શકે કે તેની કેટલીક ખૂબીઓથી તમે અજાણ હો. અહીં એવી કેટલીક ખૂબીઓની વાત કરી છે. આ બધી સગવડનોનો લાભ પીસીમાં તો છે, સ્માર્ટફોનમાંની એપમાં લાભ લેવા માટે ક્યારેક જુદા રસ્તા અજમાવવા પડે છે. એકનો એક વીડિયો ફરી ફરી પ્લે કરો યુટ્યૂબ અનેક પ્રકારના વીડિયોનો ગજબનો ખજાનો છે. એમાં જોવાનું તો ઘણું છે જ પણ સાંભળવાનું પણ ઘણું છે. ઘણા લોકોને યુટ્યૂબ પર બેકગ્રાઉન્ડમાં હળવું સંગીત ધરાવતા વીડિયો ચાલુ કરીને કમ્પ્યુટર પર પોતાનું બીજું કામ કરવાની આદત હોય...

યુટ્યૂબની હરીફ જેવી ફેસબુક વોચ આવી રહી છે

ફેસબુક વોચ નામની ફેસબૂકની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ટૂંક સમયમાં ભારતમાં આવી રહી છે. ભારતમાં ફેસબૂકનો વ્યાપ જોતાં યુટ્યૂબને જબરી હરીફાઇ મળશે. આ સર્વિસ યુએસમાં બે મહિના પહેલા લોન્ચ થઈ હતી. ભારતમાં આવતા મહિને કે માર્ચ-૨૦૧૮ સુધીમાં તે લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે. એમેઝોન પ્રાઇમ વીડિયોની જેમ આ સર્વિસમાં લાઇફસ્ટાઇલ, કોમેડી, મનોરંજન, બાળકોને ગમે તેવા શો તથા સ્પોર્ટસ અને બીજી ઇવેન્ટના લાઇવ સ્ટ્રીમનો સમાવેશ થશે. જોકે શરૂઆતમાં ફેસબુક વોચ પર માત્ર પશ્ચિમી દેશોનું કન્ટેન્ટ જોવા મળશે. ભારતમાં ફેસબૂકના ૨.૪૧ કરોડ યૂઝર્સ છે એ જોતાં ફેસબુકે પોતાની...

સોશિયલ મીડિયાના બિઝનેસનો ઇતિહાસ

આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને લોકોને પરસ્પર વધુ નજીક લાવતા આ જબરા બિઝેસનો ઇતિહાસ તપાસીએ.  ૧૯૭૮ વોર્ડ ક્રિસ્ટેન્સન અને રેન્ડી સ્યુએસ નામના બે કમ્પ્યુટરા અખતરાબાજોએ મિત્રો સાથે નવાજૂનીનો આપલે કરવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ બુલેટિન બોર્ડ સિસ્ટમ (બીબીએસ) વિકસાવી. ૧૯૯૩ ઇલિનોઇસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોઝેઇક નામનું...

ઓછા ખર્ચે વીડિયો ડાઉનલોડિંગ

વિજ્ઞાનની દરેક બાબતની જેમ યુટ્યૂબ પણ એક બેધારી તલવાર છે, એ પણ જબરી ધારદાર. યુટ્યૂબ પર કલાકોના કલાકો વેડફવા પણ સહેલા છે અને અનેક પ્રકારની નવી-ઉપયોગી જાણકારી મેળવવી હોય તો પણ યુટ્યૂબનો જોટો મળવો મુશ્કેલ છે. સ્માર્ટફોન આવ્યા પછી યુટ્યૂબની લોકપ્રિયતા સતત વધી છે અને ભારતમાં હજી પણ મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા પ્લાનના મોંઘા ભાવ અને એ પછી પણ ખાસ્સી ધીમી ગતિ જોઈને યુટ્યૂબે ૨૦૧૪માં ઓફલાઇન વીડિયોની સુવિધા આપી હતી. જેની મદદથી મોટા ભાગના વીડિયો જોતી વખતે, નીચે જમણી તરફ તેને ડાઉનલોડ કરી લેવાનો વિકલ્પ મળે,...

ખાસ બાળકો માટેની યુટ્યૂબ એપ

યુટ્યૂબ એટલે એક અલગ દુનિયા. તેમાં બાળકો માટે ઉપયોગી અસંખ્ય વીડિયો છે, પણ તેને અલગ તારવવા અત્યાર સુધી બહુ મુશ્કેલ હતા. હવે આ કામ સહેલું બનાવતી એપ આવી ગઈ છે. આગળ શું વાંચશો?  બાળકને બીજી કોઈ એપ ઓપન કરતાં કેવી રીતે રોકી શકાય? ‘સાયબરસફર’ને વાચકો તરફથી સૌથી વધુ પૂછાતા સવાલોની યાદી બનાવીએ તો સૌથી ટોચ પર બે સવાલ જોવા મળે - પહેલો સવાલ, "ઇન્ટરનેટ પરથી કમાણી કેવી રીતે કરવી? અને બીજો સવાલ, "ઇન્ટરનેટને બાળકો માટે સલામત કેવી રીતે બનાવવું? મુશ્કેલી એ છે કે આ બંને સાદા સવાલોના...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.