યુટ્યૂબમાં વીડિયો અને વીડિયો જોનારા બંનેની સંખ્યા જબરદસ્ત વધી રહી છે ત્યારે આપણે માટે કામના વીડિયો શોધવા વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું છે. જાણી લો આ કામ સહેલું બનાવતાં કેટલાંક ફિલ્ટર્સ.
આપણે સૌ જાણીએ છીએ કે યુટ્યૂબ પર આપણા મનગમતા દરેક વિષય પર અસંખ્ય વીડિયો હાજર છે. જૂના ફિલ્મીગીતોથી માંડીને લેટેસ્ટ બોલિવુડ બ્લોકબસ્ટરના ટ્રેલરની વાત હોય કે પછી ગમતી સિરીયલનો કોઈ ચુકાઈ ગયેલો એપિસોડ હોય કે પછી બ્રહ્માંડના રહસ્યો છતો કરતો કોઈ વીડિયો હોય. આ બધું જ આપણે ધારીએ ત્યારે યુટ્યૂબ પર જોઈ શકીએ છીએ.