કમ્પ્યુટરના રોજિંદા ઉપયોગમાં કી-બોર્ડના એક ખૂણે રહેલી ટેબ કી આપણને ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે છે, જો તેના ઉપયોગ બરાબર જાણતા હોઈએ તો.
સૌથી પહેલાં એ કહો કે તમે તમારા કમ્પ્યુટરના કી-બોર્ડ પર ક્યારેય ધ્યાનથી નજર ફેરવી છે? ચોક્કસપણે તમને એવી ઘણી બધી કી મળી આવશે, જેનો તમે ઠીકઠીક ઉપયોગ પણ કરતા હશો, છતાં એના વિશે ક્યારેય ઝાઝું કશું વિચાર્યું નહીં હોય!
આવી એક જાણી છતાં અજાણી કી એટલે ટેબ કી કી-બોર્ડ પર ડાબા છેડે, કેપ્સ લોક કી ઉપરની કી. આપણે બેધ્યાનપણે ટેબનો ઉપયોગ કરી લઈએ, પણ એના વિશે થોડું વધુ જાણી લઈએ તો રોજબરોજનું કામ જરા વધુ સહેલું થાય એ નક્કી.